
દીવ કિલ્લો ભારતના પશ્ચિમ કાંઠે આવેલો દીવ ટાપુ, એક ઐતિહાસિક પોર્ટુગીઝ કિલ્લાનું સ્થાન છે, જે 16મી સદીમાં તેમની રક્ષણાત્મક કિલ્લાબંધીની યોજના અંતર્ગત ટાપુના પૂર્વ છેડે આ કિલ્લો બાંધવામાં આવ્યો હતો. (Credits: - Wikipedia)

દીવ શહેરની હદમાં આવેલો આ ઐતિહાસિક કિલ્લો ઈ.સ. 1535માં તે સમયે બનાવાયો હતો, જયારે ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને પોર્ટુગીઝો વચ્ચે સંધિ થઈ હતી. (Credits: - Wikipedia)

આ સમયગાળા દરમિયાન મુઘલ સમ્રાટ હુમાયુએ આ વિસ્તારમાં આક્રમણ કર્યું હતું. કિલ્લાનું નિર્માણ અને મજબૂતીકરણ ઈ.સ. 1546 સુધી કરવામાં આવ્યું. ઈ.સ. 1537થી લઈને ડિસેમ્બર 1961 સુધી પોર્ટુગીઝોએ અહીં પોતાનું શાસન જાળવી રાખ્યું, (Credits: - Wikipedia)

ત્યાં સુધી કે ભારત સરકારે આ વિસ્તારને ફરીથી પોતાના કબ્જામાં લીધો. આજે આ કિલ્લો દીવનું પ્રખ્યાત ઐતિહાસિક સ્થળ છે અને પોર્ટુગીઝ મૂળની ઐતિહાસિક વારસાના વિશ્વવિખ્યાત ઉદાહરણોમાં સામેલ છે. (Credits: - Wikipedia)

19 ડિસેમ્બર, 1961ના રોજ ભારતીય સેનાએ "ઓપરેશન વિજય" અંતર્ગત દીવ સહિત પોર્ટુગીઝ શાસિત વિસ્તારો પર કબજો મેળવી લીધો. ત્યારબાદ દીવ, દમણ અને દાદરા-નગરહવેલી ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ બન્યાં. 2020માં દમણ-દીવ અને દાદરા-નગરહવેલીને મિલાવવામાં આવ્યા અને એક કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. (Credits: - Wikipedia)

આજે દીવ એક શાંત દરિયાકાંઠોનું સ્થળ છે જે તેના સુન્દર બીચો, ઐતિહાસિક સ્મારકો, અને પર્યટન સ્થળો માટે જાણીતું છે.તેથી પોર્ટુગીઝ વારસા અને ભારતીય સંસ્કૃતિનો અનોખો સંગમ તેને પર્યટકો માટે આકર્ષક બનાવે છે. (Credits: - Wikipedia)

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)