
મુસ્લિમ શાસન દરમિયાન દમણમાં ગુજરાત સુલતાનતનો કેટલાક સમય માટે કબજો રહ્યો. આ દરમિયાન દમણમાં વાણિજ્યનો વિકાસ થયો. (Credits: - Wikipedia)

સૌથી મહત્વપૂર્ણ કાળ 16મી સદીથી શરૂ થાય છે જ્યારે પોર્ટુગીઝો ભારત આવ્યા. તેઓએ 1523માં દમણ પર આક્રમણ કર્યું અને 1559માં દમણને સંપૂર્ણ રીતે કબજે લીધું. દમણ પછી પોર્ટુગીઝો માટે મહત્વપૂર્ણ વ્યાપારિક અને લશ્કરી મથક બની ગયું. પોર્ટુગીઝોએ અહીં પોતાનું શાસન લગભગ 400 વર્ષ સુધી ચલાવ્યું (1559 થી 1961 સુધી). (Credits: - Wikipedia)

તેમણે અહીં ચર્ચો, કિલ્લાઓ, મિશનરીઓ અને યુરોપિયન શૈલીની ઇમારતો બનાવી. દમણના મોટાભાગના ઐતિહાસિક કિલ્લાઓ અને ચર્ચો પોર્ટુગીઝ સમયના જ છે જેમ કે મોટી દમણ કિલ્લો, નાના દમણ જેટી,ચર્ચ ઓફ બોમ જીસસ,મોતી દમણનો કિલ્લો (Credits: - Wikipedia)

1961માં ભારતીય સેના દ્વારા દમણને પોર્ટુગીઝો પાસેથી મુક્ત કરાવવામાં આવ્યું. ત્યારબાદ તે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ નામના કેન્દ્રશાસિત પ્રદેશમાં સમાવેશ પામ્યું. (Credits: - Canva)

2020માં આ કેન્દ્રશાસિત પ્રદેશોનું એકીકરણ થયું અને "દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ" નામથી નવા કેન્દ્રશાસિત પ્રદેશની રચના કરવામાં આવી. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)