
Mazagon Dock ભારતનું સૌથી મોટું અને અદ્યતન ડિફેન્સ શિપયાર્ડ છે. ભારતના સબમરીન અને ડેસ્ટ્રોયર પ્રોગ્રામમાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. છેલ્લા 5 વર્ષમાં આ સ્ટોકે રોકાણકારોને લગભગ 2271% મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે.

Cochin Shipyard ભારતનું એકમાત્ર શિપયાર્ડ છે કે, જેણે એરક્રાફ્ટ કેરિયર બનાવ્યું છે. 4 જાન્યુઆરીના રોજ લિસ્ટેડ કંપનીએ અત્યાર સુધીમાં રોકાણકારોને 834% જેટલું રિટર્ન આપ્યું છે. ગયા શુક્રવારે શેર ₹1,652 પર બંધ થયો હતો.

GRSE (Garden Reach Shipbuilders & Engineers) પાસે ફ્રિગેટ, કોર્વેટ, પેટ્રોલ વેસલ, રિસર્ચ શિપ અને એક્સપોર્ટ શિપ્સનો મજબૂત પોર્ટફોલિયો છે. કંપની ઘણા યાર્ડ્સમાં પોતાની ક્ષમતા વધારી રહી છે અને ડિફેન્સ ઉપરાંત નોન-ડિફેન્સ તેમજ એક્સપોર્ટ ઓર્ડર પર પણ ફોકસ કરી રહી છે. ગયા શુક્રવારે શેર ₹2,496 પર બંધ થયો અને છેલ્લા 5 વર્ષમાં આ સ્ટોકે 1177% જેટલું રિટર્ન આપ્યું છે.