Stock Market: સ્ટોક એક્સચેન્જ બંધ થઈ રહ્યું છે! 117 વર્ષ પછી તેની છેલ્લી દિવાળી ઉજવશે, 253 કરોડ રૂપિયામાં વેચાશે જમીન

સેબીની મંજૂરી બાદ 117 વર્ષ જૂના એક્સચેન્જને હોલ્ડિંગ કંપનીમાં કન્વર્ટ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે, હવે ₹253 કરોડમાં જમીન વેચવાની પ્રક્રિયા ચાલી રહી છે.

| Updated on: Oct 19, 2025 | 6:22 PM
4 / 6
SEBIએ શ્રીજન ગ્રુપને ત્રણ એકર CSE જમીન ₹253 કરોડમાં વેચવાની પણ મંજૂરી આપી છે. આ સોદો સેબીની અંતિમ મંજૂરી પછી પૂર્ણ થશે. મીડિયા રિપોર્ટસ અનુસાર, એક્ઝિટ પછી CSE એક હોલ્ડિંગ કંપની તરીકે કામ કરશે, જ્યારે તેની 100% પેટાકંપની (Subsidiary) 'CSE કેપિટલ માર્કેટ્સ પ્રાઇવેટ લિમિટેડ' NSE અને BSE ના સભ્ય તરીકે બ્રોકિંગ ચાલુ રાખશે.

5 / 6
એક સમયે બોમ્બે સ્ટોક એક્સચેન્જને ટક્કર આપતું CSE વર્ષ 1908 માં સ્થાપિત થયું હતું. જો કે, ₹120 કરોડના કેતન પારેખ કૌભાંડને કારણે એક્સચેન્જની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ કટોકટી બાદ રોકાણકારો અને નિયમનકારોનો વિશ્વાસ ડગી ગયો તેમજ ટ્રેડિંગ પ્રવૃત્તિઓ ધીમે ધીમે અટકી ગઈ.

6 / 6
મીડિયા રિપોર્ટસ મુજબ, વર્ષ 2024 ના અંતમાં CSE બોર્ડે બધા પેન્ડિંગ કોર્ટ કેસ પાછા ખેંચી લીધા અને વોલન્ટરી રીતે બહાર નીકળવાનું નક્કી કર્યું. કર્મચારીઓ માટે 20.95 કરોડ રૂપિયાનું VRS પેકેજ જારી કરવામાં આવ્યું હતું, જેના પરિણામે વાર્ષિક આશરે 10 કરોડ રૂપિયાની બચત થશે. મોટાભાગના કર્મચારીઓએ આ યોજના સ્વીકારી લીધી છે, જ્યારે કેટલાક કર્મચારીઓને કાનૂની કામ સંભાળવા માટે કરાર પર રાખવામાં આવ્યા છે.

Published On - 6:21 pm, Sun, 19 October 25