
2025 માં ઘણી ફિલ્મો રિલીઝ થઈ હતી. તેમજ કેટલીક ફિલ્મોએ પોતાની જુદી જ પહેચાન બનાવી હતી. આ ફિલ્મોને ચાહકોનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો અને નફાની દ્રષ્ટિએ પણ આ ફિલ્મો અગ્રેસર રહી હતી. ચાલો 2025 ની ટોચની 5 ફિલ્મો પર એક નજર કરીએ જેણે સૌથી વધુ નફો કર્યો. (ફોટો ; Google)

'ધુરંધર 01' 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ સાબિત થઈ છે. અભિનેતા રણવીર સિંહની આ ફિલ્મે આશરે રૂપિયા 305 કરોડનો ચોખ્ખો નફો કર્યો. ફિલ્મનું બજેટ આશરે રૂપિયા 285 કરોડ હતું. જેમાં પ્રમોશન અને વિતરણ ખર્ચનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મે આશરે રૂપિયા 590 કરોડની કમાણી કરી. (ફોટો ; Google)

'સૈયારા' 2025 ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી મ્યુઝિકલ લવ સ્ટોરીનું બજેટ આશરે રૂપિયા 80 કરોડ હતું. તેના રિલીઝ દરમિયાન ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મે રૂપિયા 228 કરોડનો હિસ્સો મેળવ્યો. આ ઉપરાંત ફિલ્મની આવક આશરે રૂપિયા 323 કરોડ થઈ. એકંદરે, અહાન પાંડે અને અનિત પદ્દા અભિનય દ્વારા ફિલ્મે આશરે રૂપિયા 243 કરોડનો નફો મેળવ્યો. (ફોટો ; Google)

'છાવા' 2025 ની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક હતી અને કમાણીની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે હતી. વિક્કી કૌશલ અને રશ્મિકા મંદન્નાના અભિનય દ્વારા આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું. તેણે લગભગ રૂપિયા 129 કરોડ (આશરે ₹1.29 અબજ) ની કમાણી કરી. (ફોટો ; Google)

આ પછી ચોથા સ્થાને 'મહાવતાર નરસિમ્હા ' રહ્યું. 'મહાવતાર નરસિમ્હા ' ફિલ્મે લગભગ 100 કરોડ રૂપિયાનો નફો કમાવીને રેકોર્ડ બનાવ્યો હતો. (ફોટો ; Google)

ત્યારબાદ 'પાંચમા ક્રમે 'એક દીવાને કી દીવાનિયત' ફિલ્મ રહી હતી. આ ફિલ્મનો કુલ નફો લગભગ 71.5 કરોડ રૂપિયા થયો હતો. (ફોટો ; Google)
Published On - 6:06 pm, Sat, 28 March 26