
તમને કદાચ લાગે કે કોલેસ્ટ્રોલ અને મીઠાશ વચ્ચે કોઈ ખાસ સંબંધ નથી, પરંતુ હકીકતમાં બંને એકબીજા સાથે નજીકથી જોડાયેલા છે. જ્યારે આપણે વધારે પ્રમાણમાં ખાંડ, મીઠાઈ, સોફ્ટ ડ્રિંક્સ અથવા રિફાઇન્ડ લોટથી બનેલા ખોરાક જેમ કે સફેદ બ્રેડ, પાસ્તા અને બિસ્કિટ ખાઈએ છીએ, ત્યારે લીવર તેને ટ્રાઇગ્લિસરાઇડ્સમાં ફેરવી દે છે. ટ્રાઇગ્લિસરાઇડ્સ પણ ચરબીનો જ એક પ્રકાર છે અને તેનો સ્તર વધે ત્યારે કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહેતું નથી. તેથી, જો તમે કોલેસ્ટ્રોલ ઘટાડવા ઈચ્છતા હો, તો ખાંડનું સેવન ઓછું કરવું ખૂબ જરૂરી છે. ( Credits: AI Generated )

તમારા રોજિંદા આહારમાં ફાઈબરથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. ઓટ્સ, લીલા પાંદડાવાળા શાકભાજી, વિવિધ ફળો તથા બદામ, અખરોટ જેવા સુકા મેવા આ બાબતમાં ખૂબ લાભદાયી છે. આવા ખોરાક નસોમાં સંગ્રહિત વધારાની ચરબીને શોષી લઈને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. હંમેશા યાદ રાખો કે સ્વાદ થોડા સમય માટે આનંદ આપે છે, પરંતુ હૃદયનું સારું સ્વાસ્થ્ય આખા જીવન માટે અમૂલ્ય છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.) ( Credits: AI Generated )