હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા શું ખાવું અને શું ન ખાવું? આખરે કઈ વસ્તુઓ ‘BP’ કાબૂમાં રાખશે?

આજકાલની ભાગદોડભરી જિંદગી અને ખોટી ખાવા-પીવાની ટેવોને કારણે હાઈ બ્લડ પ્રેશર (High BP)ની સમસ્યા યુવાનોથી લઈને વડીલો સુધી ખૂબ ઝડપથી વધી રહી છે. બીપી કંટ્રોલમાં ન રહે તો હૃદય અને બ્લડ સર્ક્યુલેશન સંબંધિત ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. હવે સવાલ એ છે કે, હાઈ-બીપીની સમસ્યામાં કયા આહારનું સેવન કરવું ફાયદાકારક છે અને કઈ વસ્તુઓથી અંતર જાળવવું જરૂરી છે?

| Updated on: Sep 21, 2026 | 5:19 PM
1 / 8
તંદુરસ્તીનું ધ્યાન રાખવું દરેક વ્યક્તિ માટે જરૂરી છે, ભલે તેને અત્યારે કોઈ બીમારી હોય કે ન હોય. અવારનવાર લોકો વિચારે છે કે, અત્યારે આપણને કોઈ સમસ્યા નથી, આપણી ઉંમર નાની છે. એવામાં જો ખાવા-પીવાની ટેવોમાં કોઈ ખામી રહી જાય, તો પણ સ્વાસ્થ્ય પર ખાસ અસર નહીં પડે. ખરેખરમાં તો એવું નથી, પહેલાં જે બીમારીઓ ઘરડા લોકો એટલે કે વડીલોમાં જોવા મળતી હતી, તે હવે નાની ઉંમરના યુવાનોમાં પણ જોવા મળી રહી છે.

2 / 8
આ બીમારીઓમાં સૌથી સામાન્ય પણ ગંભીર સમસ્યા હાઈ-બીપીની છે, જેનાથી આજે મોટી સંખ્યામાં લોકો પરેશાન છે. અવારનવાર લોકોનો સવાલ હોય છે કે, હાઈ-બીપીની સ્થિતિમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું? બ્લડ પ્રેશર એટલે કે બીપીની સમસ્યા આજકાલ ઘણા લોકોમાં જોવા મળે છે. આનું મુખ્ય કારણ ખોટી ખાવા-પીવાની ટેવો, વધારે મીઠાનું સેવન, તણાવ, પૂરતી ઊંઘ ન લેવી અને શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો હોઈ શકે છે.

3 / 8
આ સિવાય વધારે વજન, ધૂમ્રપાન અને દારૂનું સેવન પણ બીપી વધારી શકે છે. વધતી ઉંમર સાથે આનું જોખમ વધુ વધી જાય છે. CDC અનુસાર, બ્લડ પ્રેશર (High Blood Pressure અથવા Hypertension) ત્યારે થાય છે, જ્યારે ધમનીઓની (Arteries) અંદરની દીવાલો પર વહેતા લોહીનું દબાણ સતત સામાન્ય કરતાં વધુ રહે છે. એવામાં જ્યારે ધમનીઓ સંકોચાઈ જાય છે અથવા પાતળી થઈ જાય છે, ત્યારે હૃદયને શરીરમાં લોહી પંપ કરવા માટે વધારે તાકાત લગાવવી પડે છે.

4 / 8
હવે આવીએ આપણા મુખ્ય સવાલ પર કે, High BPની સ્થિતિમાં શું ખાઈ શકાય? British Heart Foundation અનુસાર, જો તમે ડાયટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરો છો, તો આ સમસ્યાનું જોખમ ઘણું ઓછું થઈ શકે છે. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના કેટલાક રિસર્ચ અનુસાર, બીટનો રસ બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ કરી શકે છે. બીટનો રસ નાઈટ્રેટ્સનો એક શ્રેષ્ઠ સ્ત્રોત હોઈ શકે છે અને માનવામાં આવે છે કે, તેની અસર બ્લડ પ્રેશર ઘટાડવા પર પડે છે. એટલું જ નહીં, નાઈટ્રેટ્સ બીજા ફળો અને શાકભાજીઓમાં (જેમ કે પાલક, અજમો, કેલ, કેળા અને સ્ટ્રોબેરી) પણ મળી આવે છે. જો કે, સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લો.

5 / 8
બ્રાઉન રાઈસ, અનાજવાળી બ્રેડ, ઓટ્સ, સફેદ બ્રેડ, પાસ્તા અને ચોખા જેવા રિફાઈન્ડ સ્ટાર્ચવાળા કાર્બ્સની સરખામણીમાં વધારે પોષક તત્વો અને ફાઈબર મળી આવે છે. વધારે ફાઈબર ખાવાથી હૃદય અને બ્લડ સર્ક્યુલેશન સાથે જોડાયેલી બીમારીઓનું જોખમ ઓછું થઈ શકે છે. જો કે, ફાઈબરની માત્રા વધારવા માટે તમારા દરેક ભોજનમાં વધારે ફાઈબરવાળા સ્ટાર્ચ કાર્બ્સ પસંદ કરો. કઠોળ અને દાળ, નટ્સ, બીજ અને ફળો તથા શાકભાજી જેવી વસ્તુઓને ડાયટમાં ઉમેરો.

6 / 8
પ્રોટીનના લીન (ઓછા ફેટવાળા) સ્ત્રોતોમાં ફેટવાળા સ્ત્રોતોની સરખામણીમાં કેલરી ઓછી હોય છે પરંતુ તેનાથી પેટ પણ ભરાઈ જાય છે. આનાથી તમને તમારું વજન કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે, જે બ્લડ પ્રેશર ઓછું કરવામાં પણ મદદરૂપ છે. BHF અનુસાર, રેડ મીટ અને પ્રોસેસ્ડ મીટની જગ્યાએ ચિકન, ટર્કી, માછલી, ઈંડા અને કઠોળ ડાયટમાં ઉમેરો.

7 / 8
હેલ્ધી અને બેલેન્સ્ડ ડાયટમાં દૂધ અને ડેરી પ્રોડક્ટ્સને ઉમેરવાથી બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ મળી શકે છે. ડેરી પ્રોડક્ટ્સમાં ઘણી જાતના ન્યુટ્રિએન્ટ્સ હોય છે, જેમાં કેલ્શિયમ પણ છે. 'કેલ્શિયમ' બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદરૂપ થઈ શકે છે. જો તમે હાઈ-બીપી (ઉચ્ચ રક્તચાપ) ની સમસ્યાથી પીડાઈ રહ્યા છો, તો તમારી ડાયટનું ખાસ ધ્યાન રાખવું અને કેટલીક વસ્તુઓથી પરહેજ કરવો ખૂબ જ જરૂરી છે. High BPને નિયંત્રિત રાખવા માટે સૌથી પહેલાં વધારે મીઠાવાળી વસ્તુઓનું સેવન બંધ કરવું જોઈએ, કારણ કે સોડિયમ બ્લડ પ્રેશરને ઝડપથી વધારે છે.

8 / 8
આની સાથે જ, મીઠી અને વધારે ફેટવાળી વસ્તુઓથી પણ અંતર જાળવવું જોઈએ, જેથી વજન અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે. BPના દર્દીઓએ દારૂનું સેવન પૂરેપૂરું બંધ કરી દેવું જોઈએ અને ખૂબ વધારે કેફીન (જેમ કે ચા અથવા કોફી)ના સેવનથી પણ બચવું જોઈએ, કારણ કે તે પણ રક્તચાપને પ્રભાવિત કરી શકે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.