લિવર ફેલ્યોરનું કારણ બની શકે છે હેપેટાઇટિસ B? શરીર આપવા લાગે આ 7 સંકેત, ભૂલથી પણ અવગણશો નહીં !

હેપેટાઇટિસ એક ગંભીર રોગ છે. જે મુખ્યત્વે લિવરને અસર કરે છે. હેપેટાઇટિસના અનેક પ્રકાર હોય છે. જેમ કે હેપેટાઇટિસ A, E, B અને C. તેમાં ખાસ કરીને હેપેટાઇટિસ B અને હેપેટાઇટિસ C વધુ ગંભીર માનવામાં આવે છે.

| Updated on: Jul 28, 2026 | 12:40 PM
1 / 8
લાંબા ગાળે હેપેટાઇટિસ B લિવરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં લિવર ફેલ્યોરનું કારણ પણ બની શકે છે. તેથી તેના લક્ષણોને અવગણવા જોઈએ નહીં. (Image Source | iStock)

2 / 8
હેપેટાઇટિસ Bના તમામ લક્ષણો એકસાથે જોવા મળે તે જરૂરી નથી. ખાસ કરીને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આ ચેપના સ્પષ્ટ લક્ષણો ઘણી વખત જોવા મળતા નથી. (Image Source | iStock)

3 / 8
હેપેટાઇટિસ Bનું સૌથી સામાન્ય લક્ષણ કમળો (જૉન્ડિસ) છે. તેમાં ત્વચા પીળી પડવા લાગે છે. ખાસ કરીને આંખનો સફેદ ભાગ પીળો દેખાય છે. કેટલાક લોકોમાં નખનો રંગ પણ પીળાશ તરફ વળી શકે છે. (Image Source | iStock)

4 / 8
કમળો થવાથી પેશાબનો રંગ ઘેરો પીળો, નારંગી અથવા ભૂરો થઈ શકે છે. સાથે જ મળનો રંગ સામાન્ય કરતાં વધુ આછો થઈ શકે છે. (Image Source | iStock)

5 / 8
અઠવાડિયા કે મહિનાઓ સુધી ચાલતો લાંબો થાક કમળો અથવા હેપેટાઇટિસ B નું લક્ષણ હોઈ શકે છે. દર્દીઓને કબજિયાત, ભૂખ ન લાગવી, ઉબકા અને ઉલટી જેવા લક્ષણોનો અનુભવ થાય છે. (Image Source | iStock)

6 / 8
હેપેટાઇટિસ Bના દર્દીઓને પેટમાં દુખાવો અને સાંધામાં દુખાવો થઈ શકે છે. હેપેટાઇટિસ B વાયરસનો ચેપ લાગ્યા પછી 1થી 6 મહિના સુધી કોઈપણ લક્ષણો દેખાતા નથીં. (Image Source | iStock)

7 / 8
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઘણા દર્દીઓમાં આ રોગની ઓળખ માત્ર બ્લડ ટેસ્ટ દ્વારા જ થઈ શકે છે. તેથી જો ચેપની શંકા હોય અથવા જોખમ હોય, તો સમયસર તપાસ કરાવવી જરૂરી છે. (Image Source | iStock)

8 / 8
નોંધ: આ માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. જો તમને ઉપર જણાવેલા લક્ષણો અનુભવાય અથવા હેપેટાઇટિસ Bની શંકા હોય, તો યોગ્ય નિદાન અને સારવાર માટે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

Follow Us