
સામાન્ય રીતે તે કલાકદીઠના ધોરણે વસૂલવામાં આવે છે. શરૂઆતની કિંમત લગભગ 50,000 રૂપિયા પ્રતિ કલાક છે. જો તમે લાંબા અંતર માટે અથવા લાંબા સમય માટે બુકિંગ કરો છો, તો કિંમત 2 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા અથવા તેનાથી પણ વધુ હોઈ શકે છે.

જોકે કિંમત ફક્ત ભાડાથી આગળ વધે છે. હેલિકોપ્ટર જ્યાં ઉતરવાનું છે ત્યાં લેન્ડિંગ સાઇટ તૈયાર કરવી આવશ્યક છે.

આ માટે "H" (હેલિપેડ) ચિહ્નિત કરવા જમીન સમતળ કરવા અને સુરક્ષા વ્યવસ્થા કરવા માટે વધારાના ખર્ચની જરૂર પડે છે. કેટલીકવાર આ કાર્ય ફક્ત સ્થાનિક વહીવટીતંત્રની પરવાનગીથી જ થઈ શકે છે, જે ઓપરેટર અલગથી વસૂલ કરે છે.

સૌથી અગત્યનું, હેલિકોપ્ટર ઉડાવવા અથવા ઉતરાણ કરવા માટે પરવાનગી જરૂરી છે. આ માટે ભારતીય વાયુસેનાની મંજૂરી, તેમજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અથવા સ્થાનિક વહીવટીતંત્રની પરવાનગીની જરૂર છે.

જોકે સામાન્ય લોકોએ આ ઔપચારિકતાઓ વિશે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આ જવાબદારી હેલિકોપ્ટર કંપની અથવા ઓપરેટરની છે. આનો અર્થ એ છે કે જો તમે તમારા લગ્નને યાદગાર બનાવવા અને વરરાજાની આકાશમાંથી એન્ટ્રી કરાવવા માંગતા હો તો તમારે ફક્ત તમારે ખિસ્સા ઢીલા કરવા પડશે અને સાથે સાથે નિયમોનું પણ પાલન કરવું પડશે.