30 વર્ષની ઉંમર પછી કિડની અને લિવરને સ્વસ્થ રાખવા માગો છો? તો આ 5 સુપરફૂડને ડાયટમાં જરૂર સામેલ કરો !

લીવર અને કિડની બે શરીરના મહત્વપૂર્ણ અંગ છે. જે વ્યક્તિને જીવંત રાખવા માટે દિવસ-રાત મહેનત કરે છે. કિડની શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે. જોકે 30 વર્ષની ઉંમર પછી બંને અંગો નબળા પડી શકે છે. જો ધ્યાન ન આપવામાં આવે તો લીવર અને કિડની સંબંધિત રોગો ઝડપથી ફેલાઈ શકે છે.

| Updated on: Jul 01, 2026 | 11:24 AM
1 / 6
જવનું પાણી : જવમાં બીટા ગ્લુટેન નામનું ફાઇબર હોય છે. જે કિડની પરનું ફિલ્ટ્રેશનનું ભારણ ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ લિવરમાં જમા થયેલી વધારાની ચરબીને ધીમે-ધીમે ઓગાળવામાં પણ મદદરૂપ બને છે. નિષ્ણાતોના મતે, 2 ચમચી જવને 4 ગ્લાસ પાણીમાં નાખીને લગભગ 20 મિનિટ સુધી ઉકાળો ત્યારબાદ તેને સવારે 1 ગ્લાસ અને સાંજે 1 ગ્લાસ પીવું જોઈએ.

2 / 6
કાકડી અને લીંબુ પાણી : કાકડીમાં કુદરતી રીતે પાણીનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે. જે કિડનીને સ્વાભાવિક રીતે ડિટોક્સ કરવામાં મદદ કરી શકે છે. શરીરમાંથી કચરાને બહાર કાઢવામાં કાકડી સહાયક બને છે. લીંબુમાં રહેલું સિટ્રિક એસિડ કિડનીમાં પથરી બનવાનું જોખમ ઘટાડવામાં મદદરૂપ છે. સવારે ખાલી પેટે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીવું જોઈએ. બપોરે એક કાકડી ખાવી જોઈએ.

3 / 6
આમળા : નિષ્ણાતોના મતે,આમળામાં નારંગી કરતાં વીસ ગણું વધુ વિટામિન સી હોય છે. તે લીવરના કોષોને રિપેર કરે છે અને કિડની માટે એન્ટીઑકિસડન્ટ કવચ તરીકે કામ કરે છે. દરરોજ સવારે ખાલી પેટે એક થી બે કાચા આમળા ખાવાથી અથવા તો દરરોજ ત્રીસ મિલી તાજો રસ પીવો જોઈએ.

4 / 6
હળદર અને કાળા મરી: કાળા મરી સાથે હળદર ભેળવીને ખાવાથી ફેટી લીવર ઓછું થાય છે. કર્ક્યુમિન લીવરની બળતરા ઘટાડે છે અને ફેટી લીવરમાં SGOT અને SGPT પણ ઘટાડે છે. એક ગ્લાસ હૂંફાળા પાણીમાં અડધી ચમચી હળદર અને એક ચપટી કાળા મરી મિક્સ કરીને સવારે ખાલી પેટ પીવું જોઈએ.

5 / 6
સરગવો : સરગવો એક સુપરફૂડ છે. જે કિડની અને લીવર માટે ફાયદાકારક માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, સરગવોમાં 90થી વધુ પોષક તત્વો હોય છે. અઠવાડિયામાં ત્રણ વખત સરગવાના પાનની શાકભાજી ખાવી  જોઈએ. અથવા તો તમે સરગવાની શીંગની શાકભાજી પણ ખાઈ શકો છો.

6 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Follow Us