Gujarati News Photo gallery Healthy Relationship Tips Characteristics of a strong relationship What does a girl want from her partner
Relationship Tips : રુપિયા-પૈસા કે લક્ઝરી લાઈફ નહીં, એક યુવતી પોતાના પાર્ટનર પાસેથી પહેલા માગે છે આ 5 વસ્તુઓ
Happy Life : દરેક યુવતીને તેના લવ પાર્ટનર કે પતિ પાસેથી ચોક્કસ અપેક્ષાઓ હોય છે. જો કે આ માત્ર અપેક્ષાઓ નથી, પરંતુ આ એવી બાબતો છે જે સંબંધને મજબૂત બનાવે છે અને લાંબા ગાળાના સંબંધ માટે જરૂરી છે.
1 / 7
પતિ-પત્નીનો સંબંધ હોય કે લવ લાઈફ, પ્રેમ સિવાય અન્ય ઘણી બાબતો પણ લાંબા ગાળાના સંબંધ માટે મહત્વપૂર્ણ છે. આજકાલ એવું ઘણું જોવા મળે છે કે લોકો સ્ત્રીઓ વિશે વિચારે છે કે સ્ત્રીને લક્ઝરી લાઈફ આપીને ખુશ રાખી શકાય છે, પરંતુ વાસ્તવમાં વાત તેનાથી વિપરીત છે. સ્ત્રી તેના લવ પાર્ટનર અથવા પતિ પાસેથી માત્ર પૈસાની જ અપેક્ષા રાખતી નથી, પરંતુ તે તેના જીવનસાથી પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રાખે છે અને જો પુરુષ આ બાબતોને વધુ સારી રીતે સમજે છે, તો તેનો સંબંધ લાંબા સમય સુધી મજબૂત રહે છે.
2 / 7
રિલેશનશિપને કામ કરવા માટે એકબીજા માટે લાગણી હોવી જ પૂરતી નથી, પરંતુ સંબંધને લાંબા સમય સુધી લઈ જવા અને તેને હંમેશા મજબૂત રાખવા માટે વ્યક્તિએ ઘણા ઉતાર-ચઢાવને પાર કરવા પડે છે અને આ સમય દરમિયાન પાર્ટનરને એકબીજા સાથે જોડાઈને પ્રેમ કરવો પડે છે. લાઈફ પાર્ટનરને લગતી ઘણી બધી બાબતોને જાણવી અને સમજવી જરુરી છે. આવી સ્થિતિમાં જો તમે કોઈને પ્રેમ કરો છો અથવા પરિણીત છો તો જાણો તમારી પાર્ટનર તમારી પાસેથી શું આશાઓ રાખી શકે છે?
3 / 7
પ્રેમ પછી... સૌથી મહત્વની વસ્તુ : સંબંધને આગળ લઈ જવા અને તેને મજબૂત રાખવા ઉપરાંત સમ્માન સૌથી મહત્વપૂર્ણ છે અને દરેક પત્ની અથવા ગર્લફ્રેન્ડ અપેક્ષા રાખે છે કે તેનો પાર્ટનર તેનું સન્માન કરે. આમાં ખૂબ જ નાની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. જેમ કે અન્ય લોકો સાથે અંગત બાબતો શેર ન કરવી. બીજાની સામે તમારા પાર્ટનર સાથે મોટેથી કે ગુસ્સામાં વાત ન કરો. તેને મિત્રો સામે મજાકમાં પણ નીચી દેખાડવાનો પ્રયત્ન ન કરો.
4 / 7
પાર્ટનર ઈચ્છે છે ઈમોશનલ સપોર્ટ : સ્ત્રીઓ તેમના પાર્ટનર પાસેથી ઈમોશનલ સપોર્ટની આશા રાખે છે. જેમ કે તમારા જીવનસાથી સાથે રોજની વાતચીત, સુખ અને દુ:ખ શેર કરો. સરળ શબ્દોમાં કહીએ તો સ્ત્રીઓ તેમના જીવનસાથીમાં એક મિત્ર શોધતી હોય છે, જેની સાથે તેઓ ખુલ્લેઆમ બધું શેર કરી શકે અને પતિદેવને જ્યારે વીકએન્ડ મળે તો તે તેની સાથે સ્પેશિયલ ટાઈમ પસાર કરે અને તેમને સપોર્ટ કરે.
5 / 7
પાર્ટનર સમય માગે છે : છોકરીઓને તેમના પાર્ટનરનો સમય જોઈએ છે, તેનો અર્થ એ નથી કે તમે તેમને મોંઘી જગ્યાઓ પર લઈ જાઓ. તે ઈચ્છે છે કે એક એવો સમય હોવો જોઈએ જ્યાં તમે અને તે બંને સાથે બેસીને ઘણી વાતો કરી શકો અથવા ગપ્પા મારી શકો. જો બહારનું વાતાવરણ આહ્લાદક હોય તો લોંગ ડ્રાઈવ પર જઈ શકો છો. ગોલગપ્પા કે આઈસ્ક્રીમ ખાવા જેવી નાની વસ્તુઓ પણ મહિલાઓ માટે પૂરતી છે. તેની સાથે વિતાવેલી સ્ટ્રીટ ફુડની મોમેન્ટ પણ તેના માટે યાદગાર બને છે.
6 / 7
યુવતીઓ ઈચ્છે કે પાર્ટનર કરિયરમાં સપોર્ટ કરે : પુરુષોની જેમ, મોટાભાગની સ્ત્રીઓ પણ કામ કરતી હોય છે અને તેઓ અપેક્ષા રાખે છે કે તેમના જીવનસાથી તેમને આગળ વધવામાં સાથ આપે. ઘણીવાર એવું જોવા મળે છે કે ઘણી વખત છોકરીઓએ માત્ર એટલા માટે તેમના સપના અને નોકરી છોડી દેવી પડે છે,કારણ કે તેઓ એકબીજા સાથે લગ્ન કરી રહ્યા છે અને તેમના જીવનસાથીને એ પસંદ નથી કે તેમની પત્ની કોઈ કામ કરે અથવા પોતે કોઈ એવી જોબ કરવા દેવા ઈચ્છતા નથી. જો તમે એવા પુરૂષોમાંથી એક છો.... જે મહિલાઓને આગળ વધવા માટે સપોર્ટ કરે છે, તો તમારો સંબંધ આગળ જતા શાનદાર રહેશે અને આર્થિક સપોર્ટ પણ તમને મળી રહેશે.
7 / 7
ઘરની જવાબદારીઓ વહેંચો : સ્ત્રીને ઘરના કામકાજમાંથી ક્યારેય રજા મળતી નથી અને જો તે જોબ કરતી હોય તો પણ તેની પાસે ઘરની વધુ જવાબદારીઓ હોય છે. આવી સ્થિતિમાં મહિલાઓ ઇચ્છે છે કે તેમના જીવનસાથી તેમને ઘરની જવાબદારીઓમાં ઓછામાં ઓછી થોડી, જો વધુ નહીં તો નાની-મોટી હેલ્પ કરી આપે.