‘રોટલી’ ખાવાનો સાચો સમય કયો? આખરે દિવસમાં કેટલી’ રોટલી’ ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?

સવારનો નાસ્તો હોય કે રાતનું ડિનર, આપણી ભારતીય થાળી રોટલી વગર અધૂરી જ ગણાય છે. શાક ગમે તેટલું સ્વાદિષ્ટ હોય પણ સાથે ગરમ-ગરમ રોટલી ન હોય તો જમવાની મજા નથી આવતી. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, રોટલી ખાવાનો સાચો સમય કયો છે અને દિવસમાં કેટલી રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?

| Updated on: Aug 01, 2026 | 2:38 PM
1 / 7
સવારનો નાસ્તો હોય કે રાતનું ભોજન, રોટલી વગર શાક ખાવાની મજા નથી આવતી. એવામાં શું તમે જાણો છો કે, રોટલી ખાવાનો સાચો સમય કયો છે? હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ, રોટલીમાં કેલરી અને કાર્બ્સ વધારે હોય છે. આથી રાત્રે રોટલી ખાવાથી પેટ ભારે લાગે છે અને પાચનની બીજી સમસ્યાઓ પણ થઈ શકે છે.

2 / 7
હવે સૌથી મહત્વનો સવાલ એ આવે છે કે, રોટલી ક્યારે ખાવી જોઈએ? આખરે રોટલી ખાવાનો સૌથી સાચો સમય કયો છે? એક્સપર્ટના મતે આનો જવાબ તમારા સ્વાસ્થ્ય અને લાઈફસ્ટાઈલ પર નિર્ભર કરે છે. જો તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા નથી, તો તમે દિવસ આથમતા પહેલા કોઈપણ સમયે રોટલીનું સેવન કરી શકો છો.

3 / 7
હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, જો તમે સંપૂર્ણપણે સ્વસ્થ છો તો દિવસના સમયે રોટલી ખાવી એ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. દિવસ દરમિયાન ખાધેલી રોટલીમાંથી મળતી ઊર્જા સરળતાથી વપરાઈ જાય છે, જ્યારે મોડી રાત્રે એનું સેવન કરવાથી પાચન અને વજન સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.

4 / 7
હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, સ્વસ્થ વ્યક્તિ દિવસમાં કોઈપણ સમયે રોટલી ખાઈ શકે છે. ધ્યાન રાખો કે, રાત્રે વધુ રોટલી ખાવાથી વજન વધવાની શક્યતા રહે છે. ડિનરમાં 2 થી વધુ રોટલી ન ખાવાની સલાહ હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા આપવામાં આવી છે. વધારે પડતી રોટલી ખાવાથી બ્લડ શુગર અને પાચન પર પણ અસર પડી શકે છે.

5 / 7
હેલ્થ એક્સપર્ટ્સના મતે, ડિનરમાં રોટલી ખાઈ શકાય છે પણ એનું પ્રમાણ સીમિત રાખવું જરૂરી છે. જો તમે જમ્યા પછી તરત જ સૂઈ જાઓ છો અથવા શારીરિક રીતે બહુ એક્ટિવ નથી, તો રાત્રે રોટલી ખાવી પાચન પર અસર કરી શકે છે અને લાંબાગાળે વજન વધવા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ માટે રાતના ભોજનમાં હલકો ખોરાક લેવો અને રોટલીની સંખ્યા નિયંત્રિત રાખવી વધુ સારું માનવામાં આવે છે.

6 / 7
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, રાત્રે ડિનરની થાળીમાં જો તમે 'રોટલી' સાથે શાક તેમજ સલાડ ખાઓ છો અને પછી ચાલ્યા (વોક કર્યા) વગર સૂઈ જાઓ છો, તો વધતા વજનની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, રોટલીમાં રહેલા સિમ્પલ કાર્બ્સ તમારા બાઉલ મુવમેન્ટ (પેટની સફાઈ) ને પ્રભાવિત કરીને પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ, અપચો અને બ્લોટિંગ (પેટ ફૂલવું) નું કારણ બની શકે છે.

7 / 7
હેલ્થ એક્સપર્ટ્સના મતે રોટલીમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે, જે બ્લડ શુગર લેવલ વધારી શકે છે. જો તમે રાત્રે રોટલી ખાઓ છો, તો તે તમારા બ્લડ શુગર લેવલને પ્રભાવિત કરી શકે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો તમે રાત્રે રોટલી ખાતા પણ હોવ, તો પ્રયાસ કરો કે 2 થી વધુ ન ખાઓ. તમે ઈચ્છો તો રાત્રે ડિનરમાં મગની દાળની ખીચડી, વેજિટેબલ સૂપ જેવી વાનગીઓ લઈ શકો છો.

Follow Us
Loading...
Unable to load recommendations.