
શું વાળ પર હેર સીરમ લગાવવું યોગ્ય છે? : વાળ માટે બનેલા મોટાભાગના હેર સીરમમાં ડાયમેથિકોન અને પોલિસીલોક્સેન હોય છે. જે વાળને ગરમીથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે અને મૂળને મજબૂત રાખવામાં પણ મદદ કરે છે. સિલિકોન આધારિત હેર સીરમનો ઉપયોગ વાળને મજબૂત બનાવવાની સાથે-સાથે તેને સ્વસ્થ અને ચમકદાર રાખવામાં પણ મદદ કરે છે, જો કે દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરે તે જરૂરી નથી. તમે તમારા વાળની હેલ્થ અનુસાર તેનો ઉપયોગ કરી શકો છો.

શું થાય છે ફાયદો? : હેર સીરમ માત્ર તમારા વાળ ખરતા જ નથી ઘટાડતું, તે તમારા વાળને હાઇડ્રેટેડ પણ રાખે છે, જે તેમને ચમકદાર બનાવે છે અને તેમને ધૂળ, ભેજ અને બેક્ટેરિયાથી બચાવે છે. આ સિવાય તે વાળના પીએચ લેવલને સામાન્ય જાળવવાનું અને નુકસાનને રિપેર કરવાનું કામ કરે છે. હેર સીરમ તમારા વાળને ઇલેક્ટ્રિક હેર ટૂલ્સ અને સૂર્યની ગરમીથી થતા નુકસાનથી પણ રક્ષણ આપે છે. જો તમે તમારા વાળ માટે યોગ્ય સીરમ પસંદ કરવા માંગતા હો, તો નિષ્ણાંતની મદદ લેવી બેસ્ટ છે.

નુકશાન પણ થઈ શકે છે : જો કે કોઈપણ પોતાના વાળમાં હેર સીરમ લગાવી શકે છે, પરંતુ જો તમે કોઈપણ પ્રકારની એલર્જીની સમસ્યાથી પીડાતા હોવ અથવા સ્કીન સંવેદનશીલ હોય તો તમારે તમારા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. આ સિવાય જો તમે લાંબા સમય સુધી તમારા વાળ પર હેર સીરમનો ઉપયોગ કરો છો, તો સિલિકોનને કારણે તેની નેગેટિવ અસરો થઈ શકે છે અને વાળ તૂટવા, ખરવા, માથાની ચામડી પર ખંજવાળ વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી તેનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરો અથવા અન્યથા ડૉક્ટરની સલાહ લીધા પછી તેનો ઉપયોગ કરવો જોઈએ.