
રીંગણાની સબ્જી બનાવતી વખતે મહિલાઓ તેની છાલ ઉતારી નાંખે છે. પરંતુ રીંગણની છાલમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સીડેટ્સ હોય છે. જે સ્ટ્રેસને ઓછું કરવામાં મદદ કરે છે. આ સિવાય રીંગણની છાલમાં ફાઈબર પણ હોય છે. જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.

બટેટાનું સેવન અન્ય શાકભાજી કરતા વધારે કરવામાં આવે છે. મોટાભાગના લોકોના ઘરમાં બટેટાની છાલ ઉતારી તેની સબ્જી બનાવવામાં આવે છે. પરંતુ બટેટાની છાલમાં વિટામિન, ફાઈબર અને મિનરલ્સ હોય છે. તેમજ આયરનની માત્રા પણ ભરપુર પ્રમાણમાં હોય છે.

કહેવાય છે કે કાકડીની છાલ ઉતારવાથી છાલમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ દૂર થઈ જાય છે. એવું પણ કહેવાય છે કે તેની છાલમાં ઘણા એન્ઝાઇમ જોવા મળે છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણી વખત ડોક્ટરો પણ તેને માત્ર છાલ સાથે ખાવાની સલાહ આપે છે.
Published On - 12:12 pm, Wed, 8 January 25