Gujarati NewsPhoto galleryHealth Tips These symptoms appear if there is a deficiency of vitamin D Health News
Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય છે આ લક્ષણો,જુઓ તસવીરો
શરીરને તંદુરસ્ત રાખવા માટે અનેક વિટામિન જરુરી છે. વિટામિન ડી હાડકાં અને દાંતને મજબૂત રાખવા માટે ખૂબ જ જરુરી છે. વિટામિન ડીની ઉણપના કારણે પણ કેટલીક બિમારીઓ થતી હોય છે. શરીરમાં કોઈ પણ વિટામિનની ઉણપ હોય તો તેના લક્ષણો દેખાય છે. ચાલો જાણીએ કે વિટામિન ડીની ઉણપને કારણે કયા લક્ષણો જોવા મળે છે.
વિટામિન ડી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે. તે તમને વાયરસ અને બેક્ટેરિયાથી બચાવવામાં મદદ કરે છે. જો તમને શરદી, ઉધરસ વારંવાર થતુ હોય તો વિટામિન ડીની ઉણપ હોય શકે છે.
5 / 5
આ ઉપરાંત ઘણીવાર વિટામિન ડીના અભાવના કારણે વાળ ખરવાની પણ સમસ્યા થાય છે.( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.) Pic - Freepik