સ્ટીલ, કાચ કે તાંબુ? કઈ બોટલમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે છે ‘સૌથી શ્રેષ્ઠ’? જાણો કયો વિકલ્પ છે ‘નંબર-1’

આજકાલ ઘરની બહાર નીકળતી વખતે સાથે પાણીની બોટલ રાખવી સામાન્ય બની ગયું છે. આ બધા વચ્ચે શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તમે જે બોટલ વાપરો છો તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલી સુરક્ષિત છે? લોકો પોતાની સુવિધા મુજબ સ્ટીલ, કાચ કે તાંબાની બોટલ પસંદ કરતા હોય છે. એવામાં ચાલો જાણીએ કે, દરરોજ પાણી પીવા માટે આમાંથી કઈ બોટલ સૌથી વધુ ઉત્તમ અને સુરક્ષિત ગણાય છે....

| Updated on: Aug 18, 2026 | 3:19 PM
1 / 5
આજકાલ મોટાભાગના લોકો ઘરની બહાર નીકળતી વખતે પોતાની સાથે પાણીની બોટલ ચોક્કસ રાખે છે. કોઈની પાસે સ્ટીલની બોટલ હોય છે, તો કોઈ કાચ અથવા કોપર (તાંબા) ની બોટલનો ઉપયોગ કરે છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ ત્રણેયમાંથી તમારા સ્વાસ્થ્ય માટે કઈ બોટલ વધુ સુરક્ષિત છે?

2 / 5
દરરોજ પાણી રાખવા અને પીવા માટે સ્ટેનલેસ સ્ટીલની બોટલ એક સારો વિકલ્પ માનવામાં આવે છે. ખાસ કરીને ફૂડ-ગ્રેડ સ્ટીલની બોટલ મજબૂત અને ટકાવ હોય છે. તેમાં કાટ લાગવાનું જોખમ ઓછું હોય છે અને યોગ્ય રીતે સાફ કરવામાં આવે તો તેને લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય છે. સ્ટીલની બોટલનો એક ફાયદો એ પણ છે કે, તેને ઓફિસ, કોલેજ, જીમ કે મુસાફરી દરમિયાન સરળતાથી સાથે લઈ જઈ શકાય છે. પાણી માટે સારી ગુણવત્તાવાળી સ્ટીલની બોટલ દૈનિક ઉપયોગ માટે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.

3 / 5
કાચને એક ન્યુટ્રલ મટિરિયલ ગણવામાં આવે છે. આનો અર્થ એ છે કે, સામાન્ય રીતે તે પાણીના સ્વાદ કે તેની ગુણવત્તાને અસર કરતું નથી. જો કાચની બોટલ સારી રીતે સાફ રાખવામાં આવે, તો તેમાં પાણી પીવું પણ સુરક્ષિત રહે છે. આની સૌથી મોટી ખામી એ છે કે, કાચ સરળતાથી તૂટી જાય છે. આથી તેને ઘર કે ઓફિસમાં વાપરવું વધુ અનુકૂળ રહે છે, જ્યારે મુસાફરી દરમિયાન તેને સાચવીને રાખવું પડે છે.

4 / 5
તાંબાના વાસણમાં પાણી રાખવાની પરંપરા ભારતમાં ઘણી જૂની છે. કોપરમાં કેટલાક એન્ટીમાઇક્રોબાયલ ગુણો જોવા મળે છે, જેના કારણે તાંબાના સંપર્કમાં રહેતા પાણીમાં કેટલાક સૂક્ષ્મજીવો (Microorganisms) ની સંખ્યા ઘટી શકે છે. એનો અર્થ એ નથી કે, આખો દિવસ માત્ર કોપરની બોટલનું જ પાણી પીતા રહેવું. શરીરને જરૂરિયાત કરતાં વધુ કોપર મળવું નુકસાનકારક હોઈ શકે છે. તેથી કોપરની બોટલનો ઉપયોગ મર્યાદિત કરવો વધુ સારો છે. સાથે જ તેમાં લીંબુ પાણી કે બીજી ખાટી વસ્તુઓ રાખવાથી બચવું જોઈએ.

5 / 5
જો રોજિંદા અને લાંબાગાળાના ઉપયોગની વાત કરીએ, તો ફૂડ-ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ અને કાચ બંને સારા વિકલ્પો છે. સ્ટીલ વધુ મજબૂત અને પોર્ટેબલ છે, જ્યારે કાચ પાણીના સ્વાદમાં ફેરફાર કરતું નથી. કોપરની બોટલનો ઉપયોગ પણ કરી શકાય છે પરંતુ તેનો મર્યાદિત અને યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, બોટલ ભલે સ્ટીલની હોય, કાચની હોય કે કોપરની, તેને દરરોજ સારી રીતે સાફ કરવી જોઈએ.

Follow Us
Loading...
Unable to load recommendations.