
અભિનેત્રી મોનલ ગજ્જરે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તેને પેપિલરી થાઇરોઇડ કાર્સિનોમા નામનું થાઇરોઇડ કેન્સર હોવાનું નિદાન થયું હતું, અને સફળ સર્જરી પછી, તે હવે સ્વસ્થ છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વિડિઓ શેર કર્યો હતો, જેમાં તેમણે તેના ચાહકોને તેની બીમારી અને સ્વસ્થતા વિશે જણાવ્યું હતું.

અમુક ઊંમર પછી મહિલાઓમાં હોર્મોનલ ફેરફારો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધારે છે. મહિલાઓમાં આર્થરાઈટિસ, થાઇરોઇડ રોગ, હૃદય રોગ, કેન્સર અને ડાયાબિટીસનું જોખમ વધારે હોય છે. નિયમિત આરોગ્ય તપાસ અને સંતુલિત આહાર જરૂરી છે.

વિશ્વભરમાં મહિલાઓના સ્વાસ્થ્ય પડકારો સતત વધી રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, આપણી દિનચર્યા અને આહારમાં વધતી મુશ્કેલીઓ આપણા સ્વાસ્થ્ય પર ઘણી નકારાત્મક અસરો કરી રહી છે. મહિલાઓમાં વધતી જતી હોર્મોનલ સમસ્યાઓનું આ પણ એક મુખ્ય કારણ માનવામાં આવે છે.

પેપિલરી થાઇરોઇડ કેન્સરમા (PTC) એ થાઇરોઇડ કેન્સરનો સૌથી સામાન્ય પ્રકાર છે, જે થાઇરોઇડ કેન્સરના તમામ કેસોમાં લગભગ 80% થી 85% કેસ ધરાવે છે. તે ગરદનમાં પતંગિયા આકારની થાઇરોઇડ ગ્રંથિના કોષોમાં વિકસે છે.

પેપિલરી થાઇરોઇડના લક્ષણો વિશે જો આપણે વાત કરીએ તો. ડોકમાં અથવા થાઈરોડ ગ્રંથિ પર એક ગાંઠ અથવા સોજો આવે છે. જમવાનું ગળમાંથી નીચે જતી વખતે દુખાવો થાય છે. અવાજ બેસી જવા અથવા અવાજ બદલાય છે.

કેટલાક પરિવારોમાં આનુવંશિક સિન્ડ્રોમ (જેમ કે ફેમિલિયલ એડેનોમેટોસિસ પોલીપોસિસ અથવા કાઉડેન સિન્ડ્રોમ) આ મહિલાઓમાં પુરુષોની તુલનામાં વધારે હોય છે. સામાન્ય રીતે 30 થી 50 વર્ષની ઉંમરમાં આ કેન્સર વધુ જોવા મળે છે.

થાઇરોઇડ કેન્સરનું કારણ શું છે? કેટલીક આનુવંશિક પરિસ્થિતિઓ, ફેમિલિયલ એડેનોમેટસ પોલીપોસિસ (FAP), ગાર્ડનર સિન્ડ્રોમ અને કાઉડેન જેવા રોગો, જો પરિવારમાં કોઈને હોય, રેડિયેશન થેરાપી વગેરે આ કેન્સરની શક્યતા વધારે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)