
તલ આપણા ફેફસાની પણ સફાઈ કરે છે. તલનું સેવન તલના લાડુ કે પછી ચીક્કી બનાવીને પણ સેવન કરી શકાય છે. એવું પણ કહેવામાં આવે છે કે, તલ દાંતને પણ મજબુત બનાવે છે.

તલ એ ઓમેગા-3 ફેટી એસિડ અને મેગ્નેશિયમનો સ્ત્રોત છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે, કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે અને હૃદયની બીમારીઓથી પણ બચાવે છે. તલ ખાવાથી હૃદયરોગનો ખતરો ઘટાડી શકાય છે.

તલના બીમાં આયર્ન હોય છે, જે લોહીની ઉણપ અથવા એનિમિયાના કિસ્સામાં તમારા માટે ખૂબ ફાયદાકારક છે. તલ ખાવાથી પણ લોહી શુદ્ધ થાય છે. તલ ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને હિમોગ્લોબીનનું સ્તર પણ વધે છે.

આ લેખ માત્ર સામાન્ય માહિતી માટે છે. વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.