શિયાળામાં સ્વાસ્થને લઈ થોડી પણ લાપરવાહી તમને બીમાર કરી શકે છે. શિયાળાની ઋતુમાં તમે સ્વસ્થ અને હેલ્ધી રહેવા માટે તમારી ડાયટમાં ખજૂરનો સમાવેશ કરી શકો છો. આ ડાયફ્રુટ્ને શિયાળાનું ડ્રાય ફ્રુટ કહેવામાં આવે છે. કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ,ફોસ્ફોરસ જેવા પોષક તત્વો મોટી માત્રામાં મળી આવે છે.