ગરમ ‘ચા’ કે ‘કોફી’ પીવાની ‘ભૂલ’ ભૂલથી પણ ન કરતા, અન્નનળીના કેન્સરનું જોખમ વધી રહ્યું છે ‘3 ગણું’

જો તમે પણ ઉકળતી ગરમ ચા કે કોફી પીવાના શોખીન છો, તો સાવધાન થઈ જવાની જરૂર છે. એક ચોંકાવનારા સંશોધન મુજબ આ આદતથી અન્નનળીના કેન્સર (Esophageal Cancer) નું જોખમ 3 ગણું સુધી વધી જાય છે. દિવસમાં 6 કે તેથી વધુ વખત અતિશય ગરમ પીણાંનું સેવન કરવાથી અન્નનળીના કોષોને નુકસાન પહોંચે છે.

| Updated on: Sep 15, 2026 | 5:58 PM
1 / 8
ભારતમાં ચા-કોફી પીનારા લોકોની એક લાંબી યાદી છે, જેમાં કેટલાક લોકો ખૂબ જ ગરમ ચા અથવા કોફી જેવા પીણાંનું સેવન કરવાનું પસંદ કરે છે. જો કે, હવે તમારે થોડું અટકવું જોઈએ. વાત એમ છે કે, ખૂબ ગરમ ચા-કોફી પીવાની આદતથી અન્નનળી એટલે કે એસોફેગસ કેન્સરનું જોખમ ત્રણ ગણું વધી શકે છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, દિવસમાં અતિશય ગરમ પીણાંનું વારંવાર સેવન કરવાથી અન્નનળીના કેન્સરનું જોખમ ત્રણ ગણું વધી જાય છે.

2 / 8
લગભગ 10 લાખ લોકો પર આ રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને અન્નનળીના સ્ક્વામસ સેલ કાર્સિનોમા (SCC)ના કેસો મળી આવ્યા હતા. આ વિશ્વભરમાં અન્નનળીના કેન્સરનું સૌથી સામાન્ય સ્વરૂપ છે. અન્નનળી એ એક સ્નાયુબદ્ધ નળી છે, જે ખોરાક અને પીણાંને તમારા મોંમાંથી તમારા પેટ સુધી પહોંચાડે છે.

3 / 8
WHOની કેન્સર એજન્સી ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) અનુસાર, વર્ષ 2020 માં વિશ્વભરમાં અન્નનળીના કેન્સરના લગભગ 6,04,000 નવા કેસ નોંધાયા હતા અને લગભગ 5,44,000 મૃત્યુ થયા હતા. એજન્સીનો અંદાજ છે કે, વર્ષ 2040 સુધીમાં વૈશ્વિક કેસોમાં 50% થી વધુનો વધારો થશે અને દર વર્ષે લગભગ 10 લાખ નવા કેસ સામે આવશે.

4 / 8
રિસર્ચમાં જોડાયેલા લોકોને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ રોજ કેટલા ગરમ પીણાં પીવે છે? લોકોને આમાંથી રોજ 6 થી ઓછા ગરમ પીણાં અથવા રોજ 6 કે તેથી વધુ પીણાંનો વિકલ્પ પસંદ કરવાનો હતો.

5 / 8
તમામ લોકોને બે મોટા રિસર્ચ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. સાથે જ આ લોકોને પૂછવામાં આવ્યું હતું કે, કોને ગરમ, કોને ખૂબ ગરમ અને કોને નવશેકા (હળવા ગરમ) પીણાં પીવા પસંદ છે?

6 / 8
સંશોધકોએ શોધી કાઢ્યું કે, ભાગ લેનારાઓમાંથી લગભગ અડધા લોકોએ પ્રતિદિન 6 અથવા તેથી વધુ ગરમ પીણાંનું સેવન કરવાની માહિતી આપી હતી અને લગભગ 15% લોકોએ કહ્યું હતું કે, તેઓને પોતાના પીણાં ખૂબ ગરમ પસંદ છે.

7 / 8
પીણાંના તાપમાન અનુસાર અન્નનળીના SCCનું જોખમ વધી જાય છે. એવામાં જે લોકોને ગરમ પીણાં પસંદ હતા, તેમનામાં નવશેકા પીણાં પસંદ કરનારાઓની સરખામણીમાં કેન્સરનું જોખમ લગભગ બમણું હતું. બીજું કે, જે લોકો ખૂબ ગરમ પીણાં પસંદ કરતા હતા, તેમનામાં આ જોખમ ત્રણ ગણાથી પણ વધુ હતું.

8 / 8
આમાં તમે કેટલી માત્રામાં આ લિક્વિડ પી રહ્યા છો, તે પણ મહત્વનું છે. તાપમાનને ધ્યાનમાં લીધા પછી સંશોધકોએ શોધી કાઢ્યું કે, રોજ 6 અથવા તેથી વધુ ગરમ પીણાં પીવાથી અને 6 થી ઓછા પીનારાઓની સરખામણીમાં અન્નનળીના SCCનું જોખમ 71% વધુ હોય છે. આ પછી લોકોને કહેવામાં આવ્યું છે કે, જો ચા અને કોફીને ઓછા તાપમાને પીવામાં આવે, તો એસોફેજિયલ SCCના નવા કેસોને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.

Follow Us
Loading...
Unable to load recommendations.