
નારંગીની છાલનો પાઉડર એક નેચરલ સ્ક્રબ છે. જે સ્કિનમાંથી ટૈનિંગ દુર કરે છે, આ સાથે પિમ્પલસને ઓછા કરવાનું અને સ્કિનને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તમે નારંગીની છાલનો પાવડર બનાવી ફેસ પેક બનાવીને સ્કિન માટે ઉપયોગ કરી શકો છો.

નારંગીની છાલમાં એસિડિક ગુણ હોય છે. જે કિચનના દાગ-ધબ્બાને દુર કરવામાં મદદ કરે છે. તેમજ નારંગીની છાલમાં નેચરલ ફ્રેગરેન્સ હોય છે, જે ઘરને સુગંધિત બનાવવામાં મદદ કરે છે. નારંગીની છાલનો પાવડર બનાવી તેની ચા પણ પી શકો છો.

નારંગીની છાલમાં રહેલા પોષક તત્વો છોડ માટે ખાતરનું કામ કરે છે. છાલને સૂકવી, પાવડર બનાવીને કુડામાં માટી સાથે મિક્સ કરો. તેનાથી તમારા છોડને પણ ફાયદો થશે.