ડૉક્ટર પાસે વારંવાર નહીં જવું પડે! રોજ સવારે 2 લસણની કળી ખાવાથી આ 10 રોગ થઈ જશે ‘છૂમંતર’

લસણને રસોડામાં માત્ર સ્વાદ વધારવાના મસાલા તરીકે જ નહીં, પણ એક કુદરતી ઔષધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાલી પેટે લસણનું સેવન ખાસ કરીને ફાયદાકારક છે.

| Updated on: Jan 09, 2026 | 4:31 PM
1 / 7
સવારે એક ગ્લાસ નવશેકા પાણી સાથે 1-2 લસણની કળી ચાવવી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. જો તમે લસણની તીવ્ર ગંધથી પરેશાન છો, તો તમે તેને નાના ટુકડામાં કાપીને પણ પાણી સાથે ગળી શકો છો.

2 / 7
લસણ ખાવાથી તેના એન્ટીઑકિસડન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને બીજા પોષક તત્વો શરીરમાં પ્રવેશ કરે છે, જ્યારે રાંધવામાં આવે ત્યારે તેની માત્રા ઓછી થઈ જાય છે. એવામાં નિયમિત રીતે લસણનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, હૃદય અને રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે.

3 / 7
લસણમાં એન્ટીઑકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. નિયમિત સેવનથી શરદી, ફ્લૂ અને બીજા ચેપથી બચી શકાય છે.

4 / 7
લસણ મેટાબોલિઝમ વધારવા અને શરીરમાં જમેલી વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. ખાલી પેટ તેનું સેવન કરવાથી ભૂખ પણ નિયંત્રિત રહે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ સિવાય લસણમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે, જે શરીરમાં સોજો અને દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. તે સાંધાના દુખાવા અને આર્થરાઇટિસમાં પણ લાભદાયક છે.

5 / 7
લસણમાં રહેલા પોષક તત્ત્વ હાડકાં મજબૂત રાખવામાં મદદ કરે છે અને ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાઓથી બચાવે છે. આથી ખાલી પેટ તેનું સેવન શરીર માટે લાભકારી હોઈ શકે છે. વધુમાં જોઈએ તો, લસણ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે ધમનીઓને સ્વચ્છ રાખે છે અને રક્ત પ્રવાહ સુધારે છે, જેના કારણે હાર્ટની બીમારીનું જોખમ ઓછું થઈ જાય છે.

6 / 7
લસણ પાચન તંત્રને મજબૂત બનાવે છે અને ગેસ, એસિડિટી, કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપવામાં મદદ કરે છે. લસણ હાનિકારક ટૉક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે. બીજું કે, તે લિવર અને કિડનીને સ્વસ્થ રાખવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

7 / 7
લસણમાં એવા તત્વો હોય છે, જે બ્લડ શુગર નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી હોય છે. લસણમાં સલ્ફર અને બીજા પોષક તત્વો હોય છે, જે ત્વચાને ચમકદાર અને વાળને મજબૂત બનાવે છે. આ સિવાય તે ખીલ અને વાળ ખરવા જેવી સમસ્યાઓને પણ ઘટાડે છે. લસણમાં એન્ટી-કેન્સર ગુણધર્મો હોય છે. લસણનું નિયમિત સેવન શરીરમાં કેન્સરના કોષોના વિકાસનું જોખમ ઘટાડી શકે છે.