Fasting Tips : નવરાત્રીમાં ઉપવાસ કરી વજન ઘટાડવા માટે ખાઓ આ વસ્તુઓ, શરીરમાં એનર્જી પણ રહેશે અને વજન પણ ઘટશે

નવરાત્રી દરમિયાન 9 દિવસ ઉપવાસ કરવાથી તમે કેટલાય કિલો વજન ઘટાડી શકો છો. આ માટે આહારમાં સામેલ કરો આ ફુડ જે તમને ઉપવાસ દરમિયાન એનર્જી આપવાથી લઈને તમને આ દરમિયાન વજન ઘટાડવામાં કરશે મદદ

| Updated on: Apr 09, 2024 | 3:21 PM
4 / 7
ડ્રાય ફ્રુટ - ઉપવાસ દરમિયાન શક્તિ મેળવવા માટે, દરરોજ મુઠ્ઠીભર ડ્રાય ફ્રુટ ખાઓ. શરીરમાં વિટામિનની ઉણપને ડ્રાયફ્રૂટ્સથી પૂરી કરી શકાય છે. તમારા આહારમાં કાજુ, બદામ, કિસમિસ, અખરોટ અને ખજૂરનો સમાવેશ કરો. આનાથી શરીરને ફાઈબર મળે છે અને કબજિયાત જેવી સમસ્યામાંથી રાહત મળે છે. અખરોટ ખાવાથી પણ ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ તમામ ડ્રાયફ્રુટ બને તો પાણીને પલાડીને ખાવા જેનાથી શરુરને વધારે સારી માત્રામાં વિટામીન મળી રહે.

5 / 7
સિઝનલ ફળો- નવરાત્રીના ઉપવાસ દરમિયાન તમારા આહારમાં બને તેટલા ફળોનો સમાવેશ કરો. આ પછી કેળા, તરબૂચ, ટેટી, પપૈયું અને દ્રાક્ષ જેવા ફળોનું સેવન કરો. ફળ ખાવાથી શરીરને ફાઈબર અને પુષ્કળ એનર્જી મળે છે. પાણી સાથે ફળ ખાવાથી પેટ ઝડપથી ભરાય છે અને મેદસ્વીતા ઓછી થાય છે. દિવસમાં એક જ ભોજન માત્ર ફળોના રૂપમાં લો.

6 / 7
ઉપવાસમાં ખવાતા શાકભાજી- ઉપવાસમાં આવા શાકભાજીનો સમાવેશ કરો, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. ઉપવાસ દરમિયાન બટાકાની જગ્યાએ દૂધી અને કોળું ખાઓ. સલાડ તરીકે કાકડી અને ટામેટાંનો સમાવેશ કરો. તમારા આહારમાં સલાડના રૂપમાં ગાજરનો સમાવેશ કરો. દૂધી નું શાક ખાઓ. તેનાથી સ્થૂળતા ઝડપથી ઘટશે અને પેટ પણ સરળતાથી ભરાઈ જશે.

7 / 7
છાશ પીઓ- ઉપવાસ દરમિયાન તમારે વધુ પ્રવાહી ખોરાક લેવો પડશે. આ માટે તમારે તમારા ભોજનમાં છાશનો સમાવેશ કરવો જોઈએ. દહીં ખાવાને બદલે લસ્સી કે છાશમાં જીરું અને ખમણ નાખીને પીવો. આ સિવાય ડાયટમાં લીંબુ પાણી અને જલજીરા અથવા દૂધનો સમાવેશ કરો. તેનાથી તમારું પેટ સરળતાથી ભરાશે અને સ્થૂળતા પણ ઓછી થશે. નોંધ : સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.