
આ પાવડરનું સેવન કરવા માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં 5 થી 8 ગ્રામ ત્રિફળા પલાળી રાખો. સવારે ઉઠ્યા પછી, આ પાણીને અડધું રહે ત્યાં સુધી ઉકાળો. આ પછી, પાણીને ગાળી લો, તેને હુંફાળું બનાવો અને ખાલી પેટે પીવો.

ત્રિફળાને વાળ માટે પણ એક સારો ઉપાય માને છે. તેમનું કહેવું છે કે 2-3 ગ્રામ ત્રિફળાને કપડામાં બાંધીને આખી રાત પાણીમાં છોડી દેવી જોઈએ. બીજા દિવસે સવારે આ પાણીથી તમારા વાળ ધોઈ લો. આમ કરવાથી વાળના મૂળ મજબૂત બને છે, વાળ ખરતા ઓછા થાય છે, વાળનો વિકાસ વધે છે અને તે કુદરતી રીતે ચમકદાર બને છે.

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.) ( All Image-Unsplash)
Published On - 2:23 pm, Wed, 23 July 25