Health Tips : આ શાકભાજીને ફ્રીજમાં રાખવાની ભૂલ ન કરો,સ્વાદની સાથે તમારું સ્વાસ્થ્ય પણ બગાડશે
વ્યસ્ત લાઈફસ્ટાઈલને કારણે લોકો અઠવાડિયાનું શાકભાજી ખરીદી ફ્રીજમાં રાખતા હોય છે, તો ચાલો જોઈએ કયા કયા શાકભાજીને ફ્રીઝમાં રાખવા ન જોઈએ.કેટલાક શાકભાજી એવા હોય છે જેને ફ્રીજમાં ન રાખવા જોઈએ.
1 / 7
આજકાલ લોકો પાસે એટલો સમય નથી રહેતો કે, તેઓ દરરોજ માર્કટમાં શાકભાજી લેવા જાય.દરરોજ માર્કેટમાં જવાનો સમય ન હોવાથી તેઓ એક સાથે અઠવાડિયાનું શાકભાજી લઈ લે છે અને ફ્રીજમાં રાખી દે છે. પછી જરુર મુજબ યુઝ કરે છે.
2 / 7
જો તમે પણ આવું કરી રહ્યા છો. તો જાણી લો આ મહત્વની વાતો. ક્યા ક્યા શાકભાજી તમે ફ્રીજમાં રાખી શકો છો. કેટલાક એવા શાકભાજી હોય છે જેને ફ્રીજમાં રાખવાથી માત્ર પોષક તત્વો ઓછા થવાની સાથે સ્વાદ પણ બગડી જાય છે.
3 / 7
પમ્પકિન (કોળુ )માં બીટા કૈરોટીન હોય છે. જે એક પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ છે.આ સાથે કોળામાં વિટામિન સી, ફાઈબર અને પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. આખા કોળાને સૂકી, ઠંડી જગ્યાએ મહિનાઓ સુધી સંગ્રહિત કરી શકાય છે, પરંતુ જો તમે કોળાને ફ્રીજમાં સંગ્રહિત કરો છો, તો માત્ર તેના સ્વાદને અસર કરશે જ નહીં પરંતુ તે ખૂબ જ ઝડપથી બગડી જશે.
4 / 7
પમ્પકિનની જેમ દુધીને પણ વધુ સમય સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે. તમારે બજારમાંથી એટલી જ દુધી ખરીદવી જોઈએ. જેટલી તમે એક સમય તેનો ઉપયોગ લઈ શકો. કાપેલી દુધી ફ્રીજમાં રાખવાથી. તેમાં પોષક તત્વો ઓછાં થઈ જાય છે અને દુધી જલ્દી બગડી પણ જાય છે.
5 / 7
જો કાકડીને ફ્રીજમાં રાખવામાં આવે તો તેનો સ્વાદ બગડી જાય છે. કાકડીને ફ્રિજમાં રાખવાથી તેમાં રહેલું પાણી સુકાઈ જાય છે, જેના કારણે કાકડી પણ સુકાઈ જાય છે. આ સિવાય પાણી સુકાઈ જવાથી ફ્રીજમાં રાખવામાં આવેલી કાકડીઓના પોષક તત્વો પણ ઓછા થઈ જાય છે.
6 / 7
આ સિવાય ડુંગળી અને લસણને પણ ફ્રીજમાં રાખવા જોઈએ નહિ. ડુંગળીને ફ્રીજમાં રાખવાથી તે જલ્દી બગડી જાય છે.બટાકા અને શક્કરિયાને પણ ખુલ્લી હવામાં રાખવા જોઈએ.
7 / 7
જો તમે લીલી મકાઈને લાંબા સમય સુધી રાખવા માંગો છો, તો ફ્રીજમાં રાખતા નહિ. તેનાથી સ્વાસ્થ પર ખરાબ અસર પડી શકે છે.