કિડનીમાં પથરી છે કે નહીં ? આ 5 સંકેતથી તરત ખબર પડી જશે, ભૂલથી પણ બેદરકારી ન રાખતા

આજકાલની વ્યસ્ત લાઈફસ્ટાઈલ અને ખાનપાનની ખોટી આદતોના કારણે નાની ઉંમરમાં જ કિડની સ્ટોન એટલે કે પથરીની સમસ્યા ઘણી સામાન્ય બની ગઈ છે. શરૂઆતમાં આ બીમારીના લક્ષણો સરળતાથી પકડાતા નથી પરંતુ શરીર આપણને કેટલાક એવા સંકેતો આપે છે કે, જેને ઓળખી લેવા ખૂબ જરૂરી છે.

| Updated on: Jun 09, 2026 | 7:06 PM
1 / 7
આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલ, શરીરમાં પાણીની કમી અને અનહેલ્ધી ખાનપાનના કારણે હેલ્થ પર ખરાબ અસર પડે છે, ખાસ કરીને કિડની સ્ટોનનું (પથરી) જોખમ પણ ઘણું વધી જાય છે. આજકાલ આ સમસ્યા ખૂબ જ વધારે જોવા મળી રહી છે. શરૂઆતમાં કિડનીમાં બનતી નાની પથરીના કોઈ ખાસ લક્ષણો દેખાતા નથી પરંતુ જેમ-જેમ તે વધે છે, તેમ-તેમ ઘણા મોટા લક્ષણો દેખાવા લાગે છે, જેનાથી તમે આસાનીથી તેનો અંદાજ લગાવી શકો છો.

2 / 7
પથરી વધવા પર દુખાવો ખૂબ જ વધારે ખતરનાક થવા લાગે છે. સમજમાં નથી આવતું કે, શું કરવું અને શું ન કરવું? એવામાં તમારી નાની સરખી પણ બેદરકારી ગંભીર દુખાવાનું કારણ બની શકે છે.

3 / 7
કિડની સ્ટોનની સમસ્યા થવા પર કમર અથવા પીઠના નીચેના ભાગમાં અસહ્ય દુખાવાની સમસ્યા ખૂબ જ વધી જાય છે, જેનાથી લોકો ઘણા પરેશાન થઈ જાય છે. આ દુખાવો ઘણીવાર એટલો અસહ્ય બની જાય છે કે, બેસવું પણ મુશ્કેલ થઈ જાય છે.

4 / 7
કિડની સ્ટોનની એક સમસ્યા એ પણ હોય છે કે, વારંવાર પેશાબ આવવાની તકલીફ ભોગવવી પડી શકે છે. વારંવાર પેશાબ આવવાની આ સમસ્યા જો રાત્રે પણ થવા લાગે, તો તમારે તેને નજરઅંદાજ ન કરવી જોઈએ અને ડૉક્ટર પાસે જઈને સલાહ લેવી જોઈએ.

5 / 7
કિડની સ્ટોનની સમસ્યા થવા પર પેશાબ કરતી વખતે બળતરા અથવા દુખાવા જેવી તકલીફ પણ થઈ શકે છે. કેટલાક લોકો આ સમસ્યાને સામાન્ય ગણીને નજરઅંદાજ કરી દે છે પરંતુ તમારે આને 'યુરિન ઈન્ફેક્શન' સમજીને ભૂલથી પણ નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતાં.

6 / 7
કેટલાક કિસ્સાઓમાં કિડની સ્ટોનના કારણે ઉલ્ટી અથવા તાવની ફરિયાદ થઈ શકે છે અને એટલા માટે ભૂલથી પણ તમારે આ વસ્તુને નજરઅંદાજ ન કરવી જોઈએ, નહીંતર તમે વધુ મુશ્કેલીઓનો ભોગ બની શકો છો.

7 / 7
કિડની સંબંધિત સમસ્યા થવા પર પેશાબમાં લોહી આવવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. આને તમારે ભૂલથી પણ નજરઅંદાજ ન કરવી જોઈએ. પેશાબનો રંગ તમને ગુલાબી, લાલ અથવા ભૂરા રંગનો દેખાઈ શકે છે.

Follow Us