
જમ્યા પછી તરત જ બેસવા કે સૂવાને બદલે, 10 મિનિટ ચાલવાની આદત પાડો. આનાથી બ્લડ સુગર લેવલમાં રહેશે, સુસ્તી ઘટાડવામાં અને સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળી શકે છે

જો તમે હેવી વર્કઆઉટ કરતા નથી. તો દરરોજ થોડી મિનિટ ચાલવું સ્વાસ્થ માટે ફાયદાકારક છે.એક સવાલ એ પણ છે કે, માત્ર 10 મિનિટ ચાલવાથી શુગર લેવલ કટ્રોલમાં રહે છે. તો ચાલો ડોક્ટર પાસેથી વિસ્તારથી જાણીએ.

ડોક્ટરના જણાવ્યા અનુસાર જમ્યા પછી કલાકો સુધી ચાલવું જરુરી નથી. માત્ર 10 તી 15 મિનિટ ચાલશો. તો સ્વાસ્થને અનેક લાભ થશે. હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે નિયમિત કસરત કરવી અને એક્ટિવ રહેવું પણ જરુરી છે.

જમ્યા પછી ચાલવાથી પેટ ફુલવું, ગેસની સમસ્યાથી મદદ મળે છે. નિયમિત જો તમે આ આદત અપનાવો તો મેટાબોલિક હેલ્થ સારી રહે છે. ફાસ્ટ ચાલવા કે રનિંગ કરવાને બદલે ધીમે ધીમે ચાલો.

તમે ઘરની આગાશી, બાલકની કે પછી આસપાસ જગ્યા પર ચાલી શકો છો. ખાસ કરીને શિયાળામાં જ્યારે શારીરિક ગતિવિધિ ઓછી થઈ જાય છે. ત્યારે જમ્યા પછી થોડા સમય ચાલવાની આદત તમારા ડેલી રુટિનનો ભાગ બની શકે છે.

લંચ કે ડિનર પછી ઊંઘ આવવાથી શરીરમાં આળસ આવે છે. તે એક સામાન્ય વાત છે. પરંતુ 10 મિનિટ વોક કરવાથી તમને એનર્જી આવશે. જમ્યા પછી તરત સુવાને બદલે થોડું ચાલવાનું રાખો.

જમ્યા પછી ચાલવાથી દરરોજ એક્ટિવિટી વધે છે. તેમજ મોટા પ્રમાણમાં કેલેરી ખર્ચ થાય છે. એટલા માટે દરરોજ જમ્યા પછી નિયમિત કસરત કે ચાલવાથી વજન મેનેજ કરવામાં મદદ મળે છે.(ALL Photo: Canva/AI)