Sweet Potato : શિયાળામાં આનાથી વધુ શક્તિશાળી બીજી કોઈ વસ્તુ નથી, દરરોજ એક ખાવાથી ભરપૂર વિટામિન મળી જશે
શિયાળાની ઋતુમાં એવી અનેક સીઝનલ વસ્તુઓ આવે છે જેના ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં પોષક તત્વ મળે છે. દરરોજ 1 શક્કરિયા ખાવાથી અનેક ફાયદા મળશે. શક્કરિયા અનેક બિમારીઓને શરીરમાંથી દુર કરે છે.
1 / 5
શિયાળીની સીઝન શરુ થઈ ચૂકી છે. સ્વાદમાં મીઠા અને પોષક તત્વોનો ભંડાર એવા શક્કરિયા સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. શક્કરિયામાં ભરપુર માત્રામાં ફાયબર, વિટામિન એ ,સી અને બી 6 હોય છે. આ સિવાય પોટેશિયમ અને મેગનીઝ મિનરલ પણ હોય છે.
2 / 5
શક્કરિયાની અલગ અલગ ડિશ બનાવીને પણ ટ્રાય કરી શકો છો. દરરોજ એક શક્કરિયાનું સેવન કરશો તો તમને જરુરી વિટામિન અને પોષક તત્વો મળી રહેશે. શક્કરિયામાં એન્ટીઓક્સીડન્ટ ભરપુર માત્રામાં હોય છે. જે ત્વચા માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
3 / 5
શક્કરિયામાં વિટામિન એ સારી માત્રામાં હોય છે. જે આંખો માટે ફાયદાકારક હોય છે. શક્કરિયામાં બીટા કેરોટીન હોય છે. જેનાથી સ્ટ્રેટ ઓછો થાય છે. પાચનતંત્રમાં પણ સુધારો આવે છે અને બ્લડપ્રેશરને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
4 / 5
શક્કરિયા સ્વાદમાં મીઠા હોય છે પરંતુ ફાયબર વધારે હોય છે. આનું સેવન ડાયાબિટીસના દર્દીઓ પણ કરી શકે છે.
5 / 5
શક્કરિયા વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તમે વેટ લોસ ડાયટમાં સામેલ કરી શકો છો. શક્કરિયા ખાવાથી ઈમ્યુનિટી મજબુત બને છે.તેમાં રહેલા વિટામિન સી અને ઈ તમારી સ્કિનને હેલ્ધી રાખવા તેમજ કોલેજનના ઉત્પાદન વધારવામાં પણ મદદ કરે છે.