
આજકાલ મોટાભાગના લોકો 8 થી 10 કલાકો ઓફિસમાં ખુરશી પર બેસીને કામ કરવામાં વિતાવે છે. આ રીતે સતત બેસી રહેવાથી તમારા શરીરને ઘણુ નુકસાન થઈ રહ્યુ છે. આવો જાણીએ તેનાથી શરીરને કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

કમર, ગરદન, અને ખભાનો દુખાવો: કલાકો સુધી એક જ મુદ્રામાં બેસી રહેવાથી કરોડરજ્જુ અને માંસપેશીઓ પર સતત દબાણ વધે છે. સમય જતા તે સર્વાઈકલ સ્પોન્ડિલોસિસ જેવી સમસ્યાનું પણ કારણ બની શકે છે.

ડાયાબિટીઝ અને હ્રદય રોગ: લાંબા સમય સુધી બેસવાને કારણે તમારુ મેટાબોલિઝમ (પાચનશક્તિ) ધીમુ પડવા લાગે છે, તેની અસરથી વજન વધવું, ડાયાબિટીઝ અને હ્રદય રોગના રૂપે સામે આવે છે.

ખરાબ બ્લડ સર્કુલેશન: લાંબા સમય સુધી ખુરશી પર બેસવાથી આપણા શરીરનું બ્લડ સર્ક્યુલેશન ખરાબ થવા લાગે છે.

જેનાથી લો બ્લડ પ્રેશર અને વેરિકોઝ વેન્સની સમસ્યા થઈ શકે છે.

તેની અસરથી વજન વધવું, ડાયાબિટીઝ અને હ્રદય રોગના રૂપે સામે આવે છે.

પાચનની સમસ્યા: કલાકો સુધી ઓફિસમાં ખુરશી પર બેસીને સતત કામ કરવાથી પાચનતંત્ર પર પણ ખરાબ અસર પડી શકે છે. તેનાથી તમને ગેસ, કબ્જ અને એસીડીટી જેવી સમસ્યાઓ થાય છે.

માનસિક તણાવ: કામનું વધુ પડતુ ભારણ અને ફિઝિકલ એક્ટિવિટીની કમીને કારણે તમારુ માનસિક સ્વાસ્થ્ય પણ ડિસ્ટર્બ થાય છે.

ઓફિસમાં કલાકો સુધી કામ કરવાથી તમને માનસિક તણાવ વધી શકે છે.

પગમાં સોજા: ઓફિસમાં કલાકો સુધી ખુરશી પર પગ લટકાવીને બેસવાથી પગ તરફ લોહીનો ફ્લો વધી જાય છે. જેનાથી પગમાં સોજા, ભારેપણુ અને વેરિકોઝ વેન્સની સમસ્યા થઈ શકે છે.