
કોફી તમારા શરીરને કેફીનની ત્વરિત માત્રા આપે છે અને તેને ઉર્જાથી ભરી દે છે. તેથી જ મોટાભાગના લોકો તેમની સવારની શરૂઆત એક કપ કોફીથી કરવાનું પસંદ કરે છે. તે જ સમયે, ઘણા લોકો રાત્રે કોફી લેતા હોય છે જેથી તેઓ અભ્યાસ અથવા ઓફિસના કામ માટે લાંબા સમય સુધી જાગી શકે.

બ્લેક કોફી, જે દૂધ અથવા ખાંડ વિના તૈયાર કરવામાં આવે છે, તેમાં કોઈ કેલરી હોતી નથી અને તે સામાન્ય રીતે વજન ઘટાડવામાં મદદ કરવા માટે વર્કઆઉટ પહેલાં લેવામાં આવે છે.

કોફીના ફાયદાઓના લાંબા લિસ્ટમાં ટાઈપ-2 ડાયાબિટીસના જોખમને ઘટાડવાની સાથે સ્ટ્રોક અને પાર્કિન્સન રોગના જોખમને પણ 25 ટકા ઘટાડી શકે છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે. કોઈ પણ બીમારીની સારવાર માટે નિષ્ણાતોની સલાહ લેવી.