આ 5 લોકોએ ભૂલથી પણ ન પીવું જોઈએ ‘તાંબાના વાસણનું પાણી’, ફાયદાને બદલે થઈ શકે છે ‘મોટું નુકસાન’

આયુર્વેદથી લઈને વિજ્ઞાન સુધીમાં દિવસનું 2 લિટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. કેટલાંક લોકો તો, શરીરને સ્વસ્થ રાખવા માટે તાંબાના પાણીનો ઉપયોગ કરે છે પણ શું દરેક વ્યક્તિ માટે તાંબાના વાસણના પાણીનું સેવન કરવું ફાયદાકારક છે?

| Updated on: Mar 09, 2026 | 3:35 PM
1 / 7
આયુર્વેદથી લઈને વિજ્ઞાન સુધીમાં દિવસનું 2 લિટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જો કે, પાણી ત્યારે જ પીવું ફાયદાકારક છે, જ્યારે શરીરને નેચરલ રીતે તરસ લાગે. પાણીને સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે તાંબાના જળ (તામ્રજળ) ના સેવનને શરીર માટે ગુણકારી બતાવવામાં આવ્યું છે પરંતુ શું દરેક વ્યક્તિ માટે તાંબાના પાણીનું સેવન ફાયદાકારક છે?

2 / 7
1. ડાયાબિટીસ: ડાયાબિટીસ આજે આધુનિક જીવનશૈલીની સૌથી મોટી સમસ્યાઓમાંથી એક બની ગઈ છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, તાંબાના વાસણનું પાણી સ્વાસ્થ્ય માટે સારું હોય છે પરંતુ ડાયાબિટીસથી પીડાતા વ્યક્તિઓએ તાંબાના વાસણના પાણીનું સેવન કરતા પહેલા સાવચેતી રાખવી જોઈએ અથવા તેનાથી દૂર રહેવું જોઈએ.

3 / 7
ડાયાબિટીસના દર્દીઓ ઘણીવાર એવી દવાઓ લેતા હોય છે કે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરે છે. તાંબાના વાસણનું પાણી  તીક્ષ્ણ અને ઉષ્ણ સ્વભાવનું હોય છે, જે કેટલીકવાર આ દવાઓની અસરમાં અવરોધ ઊભો કરી શકે છે. બીજું કે, લાંબા સમયથી ડાયાબિટીસ ધરાવતા દર્દીઓની કિડની પહેલેથી જ સંવેદનશીલ હોય છે. શરીરમાં કોપરનું પ્રમાણ વધવાથી કિડની પર વધારાનું ભારણ વધી શકે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે હિતાવહ નથી.

4 / 7
2. પિત્ત પ્રકૃતિ: જે લોકોના શરીરની પ્રકૃતિ પિત્ત છે, તેમણે પણ તાંબાના વાસણના પાણીના સેવનથી બચવું જોઈએ. પિત્તની પ્રકૃતિ વધવાથી શરીરમાં ગરમી વધે છે અને તેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

5 / 7
3. લિવર: જો તમે લિવર અને કિડનીને લગતી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હોવ, તો પણ તાંબાના પાણીનું સેવન કરવું ફાયદાકારક રહેશે નહીં. તાંબાના વાસણનું પાણી લિવર અને કિડનીની કાર્યક્ષમતાને અસર કરે છે, જેના કારણે લોહીને ફિલ્ટર કરવાની પ્રક્રિયામાં પણ અવરોધ આવી શકે છે.

6 / 7
4. પાચન: નાના બાળકોએ પણ તાંબાના વાસણનું પાણી ન પીવું જોઈએ. સવારે ખાલી પેટે તાંબાના પાણીને પચાવવામાં શરીરને ખૂબ મહેનત પડે છે અને બાળકોની પાચનશક્તિ (જઠરાગ્નિ) એટલી તીવ્ર હોતી નથી કે, તે તેને સહન કરી શકે.

7 / 7
5. બ્લડ સુગર: વિજ્ઞાન અને આયુર્વેદ બંને માને છે કે, શરીરમાં કોપર (તાંબા)નું પ્રમાણ વધી જવાથી બ્લડ સુગરની માત્રા અસંતુલિત થઈ જાય છે અને બ્લડ સેલ્સ (રક્તકણો) પર પણ અતિશય દબાણ આવે છે.