
આજની ભાગદોડભરી જીંદગીમાં ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહાર (Unhealthy Diet) જાણે આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. આ જ કારણ છે કે, આજે ડાયાબિટીસ જેવી 'સાયલન્ટ કિલર' ગણાતી બીમારી ઘરે-ઘરે પગપેસારો કરી રહી છે. ડાયાબિટીસ માત્ર બ્લડ સુગર વધવાની સમસ્યા નથી પરંતુ તે શરીરના બીજા અંગો જેવા કે હૃદય, કિડની અને આંખો પર પણ ગંભીર અસર કરી શકે છે.

ખરાબ જીવનશૈલી અને અનહેલ્થી ફૂડને કારણે ડાયાબિટીસ જેવી 'સાયલન્ટ કિલર' બીમારીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જો તમે ડાયાબિટીસની ઝપેટમાં આવવાથી બચવા માંગતા હોવ, તો તમારે તમારી જીવનશૈલી અને ડાયટ પ્લાનમાં સુધારો કરવાનું શરૂ કરી દેવું જોઈએ.

મેથી દાણા માત્ર બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં જ નહીં પરંતુ તમારા સ્વાસ્થ્યને સુધારવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. તમારે રાત્રે મેથી દાણાને પાણીમાં પલાળી રાખવાના છે. બીજે દિવસે સવારે આ મેથી દાણાને ચાવીને ખાઈ જાઓ અને તેનું પાણી પી લો. પોષક તત્વોથી ભરપૂર મેથી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે. ડાયાબિટીસના દર્દીઓ મેથીનું સેવન શરૂ કરી શકે છે.

જણાવી દઈએ કે, બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવા માટે તજને ડાયટ પ્લાનમાં ઉમેરી શકાય છે. વધુ સારા પરિણામો મેળવવા માટે સવારે ખાલી પેટે તજના ઉકાળાનું સેવન કરી શકાય છે. જો કે, તમારે તજનો ઉપયોગ ઓછી માત્રામાં જ કરવો જોઈએ અને આ મસાલાનું સેવન કરતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

ડાયાબિટીસના દર્દીઓને અવારનવાર દલિયા અથવા ઓટ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે. દલિયા અને ઓટ્સ માત્ર વજન ઘટાડવા માટે જ નહીં પરંતુ બ્લડ સુગર લેવલ પર કાબૂ મેળવવા માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, દલિયા અને ઓટ્સમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.