
વોકિંગના ફાયદા: ચાલવું એ ઓછી તીવ્રતાની કસરત છે. તે શરીર પર ઓછું દબાણ લાવે છે અને સાંધાઓ માટે સલામત છે. નિયમિત રીતે 30-45 મિનિટ સુધી ઝડપી ગતિએ ચાલવાથી લગભગ 200-400 કેલરી બર્ન થઈ શકે છે. આ ઉપરાંત ચાલવાથી તણાવ ઓછો થાય છે, હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે અને બ્લડ સુગર નિયંત્રિત થાય છે. જે લોકો વધારે વજન અથવા સાંધાની સમસ્યાઓથી પીડાય છે તેમના માટે ચાલવું એક બેસ્ટ વિકલ્પ બની શકે છે.

બેમાંથી કયું સારું છે?: જો તમારો ધ્યેય ઝડપથી વજન ઘટાડવાનો છે અને તમને ઘૂંટણ કે સાંધાની કોઈ સમસ્યા નથી તો સીડી ચઢવી વધુ અસરકારક બની શકે છે કારણ કે તે વધુ કેલરી બર્ન કરે છે અને ચયાપચયને ઝડપી બનાવે છે. બીજી બાજુ જો તમે લાંબા સમય સુધી ચાલુ રાખી શકાય તેવી હળવી પણ અસરકારક કસરત ઇચ્છતા હોવ તો ચાલવું એ એક સારો વિકલ્પ છે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો: બંને કસરતોના પોતાના ફાયદા છે અને શ્રેષ્ઠ રસ્તો એ છે કે બંને કસરતોને તમારા દિનચર્યામાં સામેલ કરો. સીડી ચઢવાથી હાઈઈન્ટેસિટી કસરત મળશે. જ્યારે ચાલવાથી શરીરને રિકવરી મળશે. જો તમે તમારા ફિટનેસ લેવલ અને સ્વાસ્થ્ય અનુસાર સંતુલિત રીતે તેનું પાલન કરો છો, તો તમે વજન ઘટાડવામાં વધુ સારા પરિણામો મેળવી શકો છો.