મધ શું છે? : મધ એ કુદરતી મીઠાશ છે, જે ફૂલોના રસમાંથી મધમાખીઓ દ્વારા બનાવવામાં આવે છે. તેમાં વિટામિન, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો મળી આવે છે, જે તેને હેલ્ધી ઓપ્શન બનાવે છે. તેના ઘણા ફાયદા છે. જેમ કે તે કુદરતી છે અને શરીરમાં ઝડપથી પચી જાય છે, ચયાપચય વધારવામાં મદદ કરે છે, એન્ટીઑકિસડન્ટો અને પોષક તત્વોથી ભરપૂર છે. તેમજ તેના કેટલાક ગેરફાયદા પણ છે જેમ કે, તેના વધુ પડતા વપરાશથી કેલરી વધી શકે છે અને કેટલીક બ્રાન્ડ્સમાં પ્રોસેસિંગને કારણે પોષણની ઉણપ પણ થઈ શકે છે.