
મખાનામાં સોડિયમનું પ્રમાણ ઓછું અને પોટેશિયમનું પ્રમાણ વધુ હોવાના કારણે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ સાથે જ હૃદયની તંદુરસ્તી પણ જાળવવામાં મદદ કરે છે. દૂધ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. ધ્યાન રાખો કે દૂધ ઓછુ ફેટવાળુ અને મલાઈ કાઢેલુ હોવુ જોઈએ. ( All pic - Freepik )

મખાનામાં ફાઈબરનું પ્રમાણ પણ વધારે હોય છે. જે પાચનમાં પણ મદદ કરે છે. મખાનાનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. તેમજ દૂધમાં હાજર પ્રોબાયોટીક્સ પેટના સ્વાસ્થ્ય લાભકારક છે.(નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)