
મોટાભાગના ઘરોમાં રાત્રે વધેલી રોટલીને નકામી સમજીને ફેંકી દેવામાં આવે છે પરંતુ કદાચ તમને ખબર નથી કે, આ વાસી રોટલી સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે. વાસી રોટલી કોઈ 'સુપરફૂડ' થી ઓછી નથી. આનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા મળી શકે છે. ટૂંકમાં, જે વાસી રોટલીને તમે નકામી સમજવાની ભૂલ કરો છો, તે ડાયાબિટીસથી લઈને હૃદયના રોગો સુધી ફાયદાકારક છે.

વાસી રોટલી ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તેના સેવનથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસમાં રાહત મળે છે. ઠંડા દૂધ સાથે તેનું સેવન કરવાથી શરીરને ધીમે-ધીમે એનર્જી મળે છે, જેનાથી સુગર લેવલ અચાનક વધતું નથી.

જો તમે હૃદયના રોગોના જોખમને ઓછું કરવા માંગતા હોવ તો વાસી રોટલીને આજે જ ડાયટમાં એડ (Add) કરો. તે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેનાથી હાર્ટ અટેકનું જોખમ ઓછું રહે છે. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓએ પોતાના આહારમાં વાસી રોટલી ચોક્કસપણે ઉમેરવી જોઈએ.

આ સિવાય જે લોકોને ગેસ, કબજિયાત કે અપચાની સમસ્યા રહેતી હોય તેમના માટે વાસી રોટલી રામબાણ સાબિત થઈ શકે છે. તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને એસિડિટીની સમસ્યાથી છુટકારો અપાવે છે.

ખાસ વાત એ છે કે, વાસી રોટલી હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. તે કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. ઉનાળાના દિવસોમાં વાસી રોટલીનું સેવન સૌથી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આને ઠંડા દૂધ કે દહીં સાથે ખાવાથી શરીરને ઠંડક મળે છે. સાથે જ ઈન્સ્ટન્ટ એનર્જી માટે પણ વાસી રોટલી કારગર છે.