
હાલના સમયમાં ભારતમાં હૃદય રોગીઓની સંખ્યા સતત વધી રહી છે. હાઈ બ્લડ પ્રેશરના કારણે અવારનવાર લોકોને હાર્ટ એટેક પણ આવી જાય છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા એટલી સામાન્ય બની ગઈ છે કે, આજકાલ તમારી આસપાસ દર 4 માંથી 3 પુરુષો અને 5 માંથી 3 મહિલાઓ તેનાથી પીડિત છે. સામાન્ય રીતે પુરુષોમાં હાઈ બીપીની સમસ્યા વધુ જોવા મળે છે. એવામાં આયુર્વેદમાં આ રોગને કોઈપણ આડઅસર (Side effects) વગર મૂળમાંથી મટાડવાની ક્ષમતા છે.

આયુર્વેદિક નિષ્ણાત જણાવે છે કે, હાઈ બ્લડ પ્રેશરને કારણે શરીરના ઘણા અંગો પ્રભાવિત થાય છે, જેમાં મુખ્યત્વે ધમનીઓ પર લોહીનું દબાણ ખૂબ જ વધી જાય છે અને રક્તસંચારમાં અવરોધ ઊભો થાય છે. આ સમસ્યામાં ઘણીવાર શ્વાસ લેવામાં તકલીફ, વારંવાર માથાનો દુખાવો, નાકમાંથી લોહી આવવું કે ગરદનમાં તણાવ જેવા લક્ષણો દેખાઈ આવે છે.

આ સિવાય શારીરિક પ્રવૃત્તિનો અભાવ, અસંતુલિત તેલ-મસાલાવાળો ખોરાક, મીઠાનું વધુ સેવન, દારૂ અને સિગારેટ જેવા વ્યસનો, વધુ પડતો માનસિક તણાવ અને શરીરમાં પોટેશિયમની ઊણપ જેવા કારણો પણ આ જોખમને મોટા પ્રમાણમાં વધારી દે છે.

આયુર્વેદમાં હાઈ બ્લડ પ્રેશર માટે દવાઓની સાથે સાથે આહાર-વિહાર અને પંચકર્મની સલાહ પણ આપવામાં આવે છે, જેની મદદથી તમે કોઈપણ આડ અસર વગર સ્વસ્થ થઈ શકો છો. આ પ્રક્રિયામાં તમારા શરીરના ત્રિદોષો (વાત, પિત્ત અને કફ) ને સંતુલિત કરવામાં આવે છે અને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે તમે કેટલીક આયુર્વેદિક ઔષધિઓનું સેવન કરી શકો છો.

અશ્વગંધા: અશ્વગંધાના સેવનથી તણાવ ઓછો થાય છે અને રક્તનો પ્રવાહ વધે છે. જો તમે સવારે ખાલી પેટે એક ચમચી અશ્વગંધા લો છો, તો બ્લડ પ્રેશર વધવાની શક્યતા ઘટી જાય છે.

તુલસી: આ સિવાય તુલસીમાં એન્ટી-ઓક્સિડન્ટ ગુણો હોય છે, જેનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને બ્લડ પ્રેશર પણ એકંદરે નિયંત્રણમાં રહે છે.

ત્રિફળા: આના સેવનથી શરીરમાં સોજો ઓછો થાય છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે. જો તમારી ધમનીઓમાં કોઈ પણ પ્રકારનો બ્લોકેજ હોય, તો તેને પણ દૂર કરવામાં તે મદદરૂપ થાય છે.

પંચકર્મ ચિકિત્સા: બ્લડ પ્રેશરને મટાડવા માટે પંચકની 5 પદ્ધતિઓ ખૂબ જ ઉપયોગી છે. આમાં વમન, વિરેચન, બસ્તી, નસ્ય અને રક્તમોક્ષણનો સમાવેશ થાય છે. વિરેચન દ્વારા પિત્ત દોષને સંતુલિત કરવામાં આવે છે, જેનાથી તણાવ ઘટે છે. આ પ્રક્રિયા શરીરના ઝેરી તત્વો (Toxins) બહાર કાઢીને શરીરને શુદ્ધ કરે છે અને હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.

આયુર્વેદ મુજબ, જે લોકો શારીરિક રીતે સક્રિય રહે છે તેમનામાં આ સમસ્યા ઓછી જોવા મળે છે. તેથી નિયમિત વ્યાયામ કરવો જોઈએ. આનાથી તમારું હૃદય સારી રીતે બ્લડ પંપ કરી શકે છે અને હૃદયરોગનું જોખમ ઘટે છે.