રાત્રે આવતા નસકોરા પાછળ છુપાયેલી છે ‘આ ગંભીર બીમારીઓ’, ઘરેલું નુસખા અજમાવો અને મેળવો ‘રાહત’

નસકોરા કોઈના માટે મજાક હોઈ શકે છે, તો કોઈના માટે આખી રાતની સજા પરંતુ હવે આ માત્ર ઊંઘ બગાડનારો અવાજ રહ્યો નથી. હવે તે શરીરની અંદર ચાલી રહેલી ગંભીર બીમારીની ચેતવણી પણ છે.

| Updated on: Feb 23, 2026 | 3:07 PM
1 / 13
નસકોરા કોઈના માટે મજાક હોઈ શકે છે, તો કોઈના માટે આખી રાતની સજા હોઇ શકે છે. ટૂંકમાં, આ માત્ર ઊંઘ બગાડનારો અવાજ રહ્યો નથી, હવે તે શરીરની અંદર ચાલી રહેલી ગંભીર બીમારીની ચેતવણી પણ છે. આ બાબત માત્ર ઊંઘમાં ખલેલ પહોંચાડવા પૂરતી મર્યાદિત નથી. આ મામલો હૃદય અને ફેફસાં પર પડતા એ દબાણનો છે, જે ધીરે ધીરે શરીરને અંદરથી નબળું પાડી રહ્યું છે.

2 / 13
ટૂંકમાં, જ્યારે કોઈ નસકોરા લે છે, ત્યારે ઘણીવાર ઊંઘ દરમિયાન શ્વાસ વારંવાર અટકી જાય છે, જેને 'ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા' કહેવામાં આવે છે. આનાથી શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘટે છે અને ફેફસાંની ધમનીઓ પર દબાણ વધે છે.

3 / 13
તાજેતરના સંશોધન મુજબ, નસકોરા લેતા લગભગ 72% દર્દીઓમાં 'પલ્મોનરી હાયપરટેન્શન' જોવા મળ્યું છે. આ 'હાયપરટેન્શન' હાર્ટ ફેલ્યોર અને સ્ટ્રોકનું જોખમ ગણું વધારી દે છે, કારણ કે લાંબા સમય સુધી આવું થવાથી ફેફસાંની કાર્યક્ષમતા (Capacity) ઘટે છે અને COPD જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે.

4 / 13
ચિંતાની વાત એ છે કે, દેશમાં અંદાજે 11 કરોડ લોકો સ્લીપ એપ્નિયાથી પીડાય છે અને મોટાભાગના લોકો તેને સામાન્ય 'નસકોરા' સમજીને નજરઅંદાજ કરે છે.

5 / 13
આમ જોવા જઈએ તો, જ્યારે શ્વાસ વારંવાર અટકે છે, ત્યારે હૃદયને વધુ મહેનત કરવી પડે છે, બ્લડ પ્રેશર વધે છે અને હૃદયના સ્નાયુઓ પર સતત દબાણ આવે છે. બસ આ જ  થાક, માથાનો દુખાવો અને શ્વાસ ચઢવાનું કારણ બને છે. ઉપરથી અત્યારે હવામાન પણ બદલાઈ રહ્યું છે. એવામાં આ ઋતુમાં ધૂળ અને પ્રદૂષણ ઝડપથી વધે છે, જેનાથી એલર્જી, બ્રોન્કાઇટિસ અને અસ્થમાના કેસો વધુ સામે આવે છે.

6 / 13
સરળ રીતે કહીએ તો, જો કોઈને પહેલેથી જ નસકોરા અને શ્વાસની તકલીફ હોય, તો આ બદલાતી ઋતુ તેને વધુ ગંભીર બનાવી શકે છે. આથી, આગલી વખતે જ્યારે તમે નસકોરાનો અવાજ સાંભળો, ત્યારે તેને મજાક સમજીને અવગણશો નહીં.

7 / 13
નસકોરા આવવા પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે, જેમાં મુખ્યત્વે મોટાપા, થાયરોઈડ, ટૉન્સિલ્સ (ગળાની ગાંઠ), હાઈપરટેન્શન, ડાયાબિટીસ અને અસ્થમા જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ બાબતો શ્વાસ લેવાની પ્રક્રિયામાં અવરોધ પેદા કરે છે.

8 / 13
જો તેને સમયસર ગંભીરતાથી લેવામાં ન આવે, તો નસકોરાના કારણે સ્વાસ્થ્ય પર ગંભીર સાઈડ ઈફેક્ટ્સ થઈ શકે છે. તેનાથી અનિદ્રાની બીમારી (Insomnia) થઈ શકે છે અને શરીરમાં સુગર તેમજ બીપીનું સંતુલન બગડી શકે છે. આટલું જ નહીં, નસકોરાના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાનું, સાયલન્ટ હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક જેવી જીવલેણ પરિસ્થિતિઓનું જોખમ પણ વધી જાય છે.

9 / 13
નસકોરાની આદત માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ પારિવારિક જીવન પર પણ ગંભીર અસર કરે છે. એક સર્વે મુજબ 46% લોકો નસકોરાથી પરેશાન છે અને આ જ કારણે લગભગ 20% કપલ્સ અલગ સુવાનું પસંદ કરે છે. સારી અને ગાઢ ઊંઘ મેળવવા માટે હંમેશા તાજો ખોરાક લેવો જોઈએ તેમજ તળેલા કે મસાલેદાર ખોરાકથી દૂર રહેવું જોઈએ.

10 / 13
આ ઉપરાંત, દિવસમાં 5-6 લિટર પાણી પીવું અને રોજ નિયમિત વર્કઆઉટ કરવું ખૂબ જ જરૂરી છે. નસકોરાની સમસ્યામાંથી રાહત મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાયો ખૂબ જ અસરકારક સાબિત થાય છે. ફુદીનો નસકોરા માટે રામબાણ ઈલાજ છે; આ માટે ફુદીનાના તેલના ટીપાં પાણીમાં ભેળવીને તેનાથી કોગળા કરવા જોઈએ.

11 / 13
આવી જ રીતે, લસણ પણ ઘણું ફાયદાકારક છે. રોજ 1-2 લસણની કળી પાણી સાથે લેવાથી નાકની અંદરનો સોજો ઓછો થાય છે. આ ઉપાયોથી શ્વાસ લેવાની પ્રક્રિયા સરળ બને છે, નાકના બ્લોકેજ ખુલે છે અને વ્યક્તિને સરસ ઊંઘ આવે છે.

12 / 13
આ સિવાય રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવું જોઈએ અથવા નવશેકા પાણી સાથે તજ (દાલચીની) પાવડર લેવો જોઈએ. આ ઉપરાંત, ઈલાયચીવાળું ગરમ પાણી પીવાથી અને સૂતા પહેલા વરાળ (સ્ટીમ) લેવાથી પણ શ્વાસ લેવાની પ્રક્રિયા સરળ બને છે તેમજ નસકોરામાં રાહત મળે છે.

13 / 13
નસકોરાના કારણે વધતા હાઈપરટેન્શનને દૂર કરવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવો જરૂરી છે. આ માટે દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવું જોઈએ અને માનસિક તણાવ કે સ્ટ્રેસ ઓછો લેવો જોઈએ. ખોરાક હંમેશા સમયસર લેવો અને જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ, જેથી શરીર સ્વસ્થ રહે અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે.

Published On - 3:07 pm, Mon, 23 February 26