
હંસિકા મોટવાણીની લાઈફ અને કરિયરની સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ટીવીની દુનિયામાં પગ રાખનારી હંસિકા મોટવાણીએ નાની ઉંમરમાં મોટી ઓળખ બનાવી હતી. વિવાદોમાં રહેવા છતા તેના ઘરના કારણે લાઈમલાઈટમાં રહે છે

હંસિકા મોટવાણીના ઘરની માર્બલની દિવાલોથી લઈને આધુનિક રસોડા સુધીના ફોટો તમારું દિલ જીતી લેશે. તેનું ઘર નેચરલ અને એક આખું રોયલ અને આર્ટિસ્ટિક લુક આપી રહ્યું છે.

હંસિકા મોટવાણીનું કિચન મોર્ડન અને મિનિમલિસ્ટિક ડિઝાઈનનું સુંદર ઉદાહરણ છે. હંસિકા મોટવાણીની કુલ સંપત્તિ અંદાજે 49 કરોડ રુપિયા છે. આ કમાણી તે ફિલ્મો , જાહેરાત અને બિઝનેસમાંથી કમાય છે.

હંસિકા મોટવાણી એક ફિલ્મ માટે અંદાજે 1 થી 2 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. હંસિકા મોટવાણીનું મુંબઈમાં આલિશાન ઘર છે. જેની કિંમત કરોડો રુપિયામાં છે. તેના કાર કલેક્શનમાં 10 કરોડ રુપિયાની ગાડી પણ છે.

હંસિકા મોટવાણી શાકા લાકા બુમ બુમ, સોન પરી ,કરિશ્મા કા કરિશ્મા જેવી અનેક ટીવી શોમાં કામ કરી ચૂકી છે. તેનું બોલિવુડ ડેબ્યુ હિમેશ રેશમિયા સાથે આપ કા સુરુર હતુ. ભલે બોલિવુડમાં વઘારે કામ કર્યું નથી પરંતુ સાઉથની સૌથી વધારે ચાર્જ લેતી અભિનેત્રીમાંથી એક છે.

હંસિકાના જીવનમાં એક મોટો વિવાદ તેના લગ્નને લગતો હતો.

તેણે 4 ડિસેમ્બર, 2022 ના રોજ ઉદ્યોગપતિ સોહેલ કથુરિયા સાથે લગ્ન કર્યા હતા. 2026માં મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં પરસ્પર સંમતિથી તેમના કાયદેસર રીતે છૂટાછેડા થયા છે.