
આ વખતે હંસ મહાપુરુષ રાજયોગ રચાઈ રહ્યો છે ત્યારે વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયગાળો બહુજ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારા ગોચર કુંડળીના નવમા સ્થાનમાં પ્રવેશ કરી વક્રી થવાનો છે, જે ભાગ્ય, ધર્મ અને ઊંચા વિચારોથી સંબંધિત હોય છે.આ અવધિમાં તમારું નસીબ તમને સશક્ત ટેકો આપતું જણાશે. તમારી ધાર્મિક બાબતોમાં રસ વધી શકે છે અને આધ્યાત્મિકતા તરફ તમારો લગાવ રહેશે. તમારા જીવનના ઉદ્દેશ્યો અંગે સ્પષ્ટતા મેળવી શકશો.વિશેષરૂપે, પરિણીત સ્ત્રીઓ માટે આ સમય વ્યવસાયિક દ્રષ્ટિએ અનુકૂળ બની શકે છે , પરિવારના સહયોગથી નવી કારકીર્દી શરૂ કરવાની શક્યતાઓ રહેશે. એ સિવાય, દેશ-વિદેશ યાત્રાના યોગ પણ સર્જાઈ શકે છે.કાર્યક્ષેત્રે તમને નવી જવાબદારીઓ મળી શકે છે, અને સાથે માન-સન્માન મેળવવાની પણ પૂરી શક્યતા છે. આ સમય તમારા આત્મવિશ્વાસને ઊંચી કક્ષાએ લઈ જઈ શકે છે.

આ વખતે રચાતો હંસ મહાપુરુષ રાજયોગ તુલા રાશિ માટે કારકિર્દી અને વ્યવસાયિક વિકાસ માટે ખૂબ જ અનુકૂળ સાબિત થઈ શકે છે. ગુરુ ગ્રહનો વક્રી ગોચર તમારા કર્મસ્થાનમાં થવાને કારણે પ્રમોશન મળવાની, નવી જવાબદારીઓ સંભાળવાની અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થવાની સારી સંભાવના છે.આ અવધિમાં તમારી નેતૃત્વ ક્ષમતા, વ્યવહારકુશળતા અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિમાં વધારો થશે. પરિણામે, તમારા વરિષ્ઠો અને સહકર્મીઓ બંને તમારી પ્રશંસા કરશે.ઉદ્યોગપતિઓ માટે પણ આ સમય લાભકારી છે. મોટા નફા અને નવા વ્યવસાયિક અવસર પ્રાપ્ત થઈ શકે છે.આ સમયગાળા દરમિયાન તમે નવા પ્રોજેક્ટ્સ શરૂ કરી શકો છો, તેમજ તમારા પિતા સાથેના સંબંધોમાં મજબૂતી અને સમજૂતીનો વિકાસ થશે.

( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) (Credits: - Canva)