
વધતી ઉંમર સાથે વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની શકે છે. ખાસ કરીને 30 વર્ષની ઉંમર પછી વાળને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે યોગ્ય કાળજી અને શરીરને પૂરતું પોષણ મળવું જરૂરી છે. આ ઉપરાંત કેટલીક રોજિંદી આદતો પણ વાળના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. (Image Source | iStock)

વધતી ઉંમર સાથે વાળને સ્વસ્થ રાખવા માટે સૌથી પહેલા સ્કેલ્પને યોગ્ય પોષણ આપવું જરૂરી હોય છે. એક કપ નારિયેળ તેલમાં એક મુઠ્ઠી મીઠો લીમડો, એક ચમચી સૂકું ભૃંગરાજ પાઉડર અને એક ચમચી આમળા પાઉડર ઉમેરો. તેને ધીમી આંચ પર ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેને ગાળીને કન્ટેનરમાં રાખો. હેર વોશના એક કલાક પહેલાં આ તેલથી વાળ અને સ્કેલ્પમાં લગાવો. અઠવાડિયામાં 2થી 3 વાર તેનો ઉપયોગ કરી શકાય છે. (Image Source | iStock)

30 વર્ષની ઉંમર પછી વાળને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે શરીરને અંદરથી પૂરતું પોષણ મળવું જરૂરી હોય છે. ડાયટમાં પ્રોટીનનો સમાવેશ કરવો. પ્રોટીનની ઉણપને કારણે વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજન પહોંચાડવામાં આયર્ન મદદ કરે છે. તેથી પાલક, સરગવો, ગોળ અને પમ્પકિન સીડ્સ જેવા આયર્નથી ભરપૂર ખોરાકને ડાયટમાં સામેલ કરી શકાય છે. (Image Source | iStock)

આ ઉપરાંત, આમળા અને લીંબુના રસ જેવા વિટામિન C થી ભરપૂર ખોરાક પણ ડાયટમાં સામેલ કરી શકાય છે. કારણ કે વિટામિન C આયર્નના શોષણમાં મદદ કરે છે. સ્વસ્થ વાળ માટે ડાયટમાં પૂરતા પ્રમાણમાં હેલ્ધી ફેટ્સનો સમાવેશ કરવો જરૂરી માનવામાં આવે છે. (Image Source | iStock)

જો તમે વાળને સ્વસ્થ અને મજબૂત રાખવા માંગતા હો તો 30 વર્ષની ઉંમર પછી ક્રેશ ડાયટથી બચવું જોઈએ. ઉંમર વધવાની સાથે શરીરનું મેટાબોલિઝમ ધીમું થઈ શકે છે અને ક્રેશ ડાયટને કારણે શરીરને જરૂરી પોષક તત્વો પૂરતા પ્રમાણમાં ન મળતાં વાળ ખરવાની સમસ્યા વધી શકે છે. (Image Source | iStock)

વાળ ધોતી વખતે ખૂબ ગરમ પાણીનો ઉપયોગ કરવો નહીં. વધુ પડતી હીટ સ્ટાઇલિંગથી બચવું જોઈએ. વાળને હુંફાળા પાણી ધોવા જોઈએ. સાથે જ ભીના વાળને ખૂબ ટાઇટ બાંધવા નહીં. (Image Source | iStock)

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)