
શિયાળામાં હેર સ્પા કરાવવો જોઈએ કે નહીં? : ડ્રાયનેસ ઘટાડવા અને શિયાળા દરમિયાન તમારા વાળને નરમ અને કુદરતી રીતે ચમકદાર રાખવા માટે હેર સ્પા કરાવવો એ એક બેસ્ટ વિકલ્પ છે. કારણ કે આમાં વાળને ડિપ કન્ડિશન્ કરવામાં આવે છે. જો કે ફક્ત એટલું ધ્યાનમાં રાખો કે આ પછી વાળ પર વધુ પડતા ગરમ સાધનોનો ઉપયોગ કરવાનું ટાળો. જો તમે ઇચ્છો તો ઘરે પણ સરળ સ્ટેપમાં હેર સ્પા કરી શકો છો. ઘરમાં સ્ટીમ મશીન નથી તેથી ટુવાલને ગરમ પાણીમાં પલાળીને વાળની આસપાસ ત્રણથી ચાર વાર લપેટી લેવો જોઈએ. માત્ર એટલું ધ્યાન રાખો કે આ પ્રક્રિયામાં ટુવાલ વધુ ગરમ ન હોવો જોઈએ.

તમારા વાળને કુદરતી રીતે મુલાયમ રાખવા અને શિયાળા દરમિયાન વાળની ડ્રાઈનેસ ઓછી કરવા માટે કુદરતી વસ્તુઓ પણ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. તેમાં મધ, ઈંડું અને નારિયેળ તેલ મિક્સ કરીને પણ હેર માસ્ક બનાવી શકાય છે. આ સિવાય દહીં અને ઈંડાનું મિશ્રણ પણ વાળ પર અદ્ભુત અસર દર્શાવે છે.