
પીરિયડ્સ સાઈકલ અનિયમિત હોવાથી પીરિયડ્સ મોડા આવવા પાછળ સ્ટ્રેસ,હોર્મોનલ અસંતુલન અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર હોઈ શકે છે.

શરીરમાં આયર્નનું પ્રમાણ ઓછું થવાને કારણે અથવા હોર્મોનલ અસંતુલનને કારણે ભારે બ્લીડિંગ થઈ શકે છે. જો તમને તમારા પીરિયડ્સ દરમિયાનવધારે બ્લીડિંગ થઈ રહ્યું હોય અથવા લાંબા સમય સુધી બ્લીડિંગ ચાલુ રહે, તો આ સ્પષ્ટ સંકેત છે કે શરીરમાં કંઈક ગડબડ છે.

પીરિયડ્સ સાયકલ સામાન્ય રીતે 3-5 દિવસ અથવા 7 દિવસ સુધી ચાલવું જોઈએ. આનાથી ઓછા કે વધુ દિવસો સુધી ચાલતા પીરિયડ્સને અવગણશો નહીં

પીરિયડ્સના દિવસોમાં જો લાંબા સમય સુધી બ્લીડિંગ થઈ રહ્યું છે. તો આ પીસીઓએસ અથવા થાઈરોડનું કારણ બની શકે છે., ગંભીર દુખાવો એન્ડોમેટ્રિઓસિસ અથવા ઈફ્લેમેશન તરફ ઈશારો કરે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)