પેટની ખરાબીને સામાન્ય ન ગણો… શરીર આપે છે આ ‘મોટા સંકેતો’, સમયસર નહીં ચેતો તો મુશ્કેલીમાં મુકાશો

આપણું પેટ માત્ર ખોરાક પચાવવાનું કામ નથી કરતું પણ તે આખા શરીરના સ્વાસ્થ્યનું કેન્દ્ર છે. એવામાં જ્યારે પેટ કે આંતરડાનું સ્વાસ્થ્ય બગડે છે, ત્યારે શરીર આપણને કેટલાક નાના-નાના સંકેતો આપવાનું શરૂ કરે છે.

| Updated on: Jun 20, 2026 | 7:58 PM
1 / 6
આપણું પેટ માત્ર ખોરાક પચાવવાનો ભાગ નથી પરંતુ તે સમગ્ર શરીરના સ્વાસ્થ્યનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે. તે ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) ને મજબૂત રાખવા, ઊર્જા જાળવી રાખવા અને માનસિક સ્થિતિને સંતુલિત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. એવામાં જ્યારે આંતરડામાં રહેલા સારા અને ખરાબ બેક્ટેરિયાનું સંતુલન બગડે છે, ત્યારે તેની અસર ધીમે-ધીમે શરીરના અલગ-અલગ ભાગો પર દેખાવા લાગે છે. શરૂઆતમાં આ ફેરફારો નાના લાગી શકે છે પરંતુ સમય જતાં તે સ્વાસ્થ્યના મોટા સંકેતોમાં બદલાઈ શકે છે.

2 / 6
અવારનવાર લોકો આ શરૂઆતના સંકેતોને સામાન્ય સમજીને અવગણના કરે છે, જ્યારે આ જ સંકેતો આગળ જતાં કોઈ મોટી સમસ્યાનું કારણ બની શકે છે. આથી શરીર દ્વારા આપવામાં આવતા સંકેતોને સમજવા અને સમયસર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બની જાય છે, જેથી પાચનતંત્ર અને સમગ્ર સ્વાસ્થ્યને વધુ સારું રાખી શકાય.

3 / 6
જો ક્યારેક-ક્યારેક નહીં પરંતુ રોજ-રોજ પેટ ફૂલવું, ગેસ કે પેટમાં ભારેપણું અનુભવાતું હોય, તો આ ગટ માઇક્રોબાયોમ (આંતરડાના બેક્ટેરિયા) ના અસંતુલનનો સંકેત હોઈ શકે છે. આ દર્શાવે છે કે, શરીર અમુક ખોરાકને યોગ્ય રીતે પચાવી શકતું નથી. પાચનનું સતત બગડવું જેમ કે કબજિયાત, ડાયેરિયા (ઝાડા) અથવા બંને વારાફરતી થવું, તે આંતરડાના ખરાબ સ્વાસ્થ્ય અથવા IBS જેવી સમસ્યા તરફ ઈશારો કરી શકે છે.

4 / 6
જો પહેલા જે વસ્તુઓ સરળતાથી ખાઈ લેતા હતા, હવે તેનાથી પરેશાની થવા લાગે જેમ કે દૂધ કે ગ્લુટેન, તો આ ગટ બેક્ટેરિયાના અસંતુલનનો સંકેત હોઈ શકે છે. પૂરતી ઊંઘ લીધા પછી પણ થાક અનુભવાવો, તે શરીરમાં પોષક તત્વોનું યોગ્ય શોષણ ન થવાનો સંકેત હોઈ શકે છે, જે સીધું ગટ હેલ્થ (આંતરડાના સ્વાસ્થ્ય) સાથે જોડાયેલું છે. કોઈપણ ડાયેટ કે એક્સરસાઇઝના ફેરફાર વગર વજનમાં ઉતાર-ચઢાવ થવો પણ ખરાબ પાચન અને મેટાબોલિઝમનો સંકેત માનવામાં આવે છે.

5 / 6
જો વારંવાર મીઠું કે જંક ફૂડ ખાવાની ક્રેવિંગ (ઈચ્છા) વધી રહી છે, તો આ ગટ બેક્ટેરિયાના અસંતુલનનું કારણ હોઈ શકે છે. ખીલ, રૅશેસ, એક્ઝિમા કે ત્વચાની અન્ય સમસ્યાઓ પણ અવારનવાર ખરાબ ગટ હેલ્થ સાથે જોડાયેલી હોય છે, જેને “ગટ-સ્કિન કનેક્શન” કહેવામાં આવે છે. સારી ઓરલ હાઇજીન (મોંની સફાઈ) હોવા છતાં જો શ્વાસમાં દુર્ગંધ ચાલુ રહે છે, તો તેનું કારણ ઘણીવાર ડાયજેસ્ટિવ સિસ્ટમ (પાચનતંત્ર) ની ગરબડ હોઈ શકે છે.

6 / 6
ગટ હેલ્થ ખરાબ થવા પર શરીરમાં સેરોટોનિનનું સંતુલન બગડી શકે છે, જેનાથી ઊંઘ પ્રભાવિત થાય છે અને વ્યક્તિ બેચેની અનુભવે છે. ધ્યાન લગાવવામાં તકલીફ, ચીડિયાપણું, ચિંતા કે ઉદાસી આ બધું પણ ગટ અને બ્રેન (આંતરડા-મગજ) ના કનેક્શન સાથે જોડાયેલું હોઈ શકે છે. શરીરની લગભગ 70% ઇમ્યુનિટી આંતરડા સાથે જોડાયેલી હોય છે. જો તમે વારંવાર બીમાર પડી રહ્યા છો, તો આ સંકેત તમારી ગટ સિસ્ટમ નબળી છે; તેના હોઇ શકે છે.

Follow Us