20-02-2026નું રાશિફળ: વિદેશ વ્યાપારમાં મળશે મનવાંછિત ફળ, સાધુ-સંતોના આશીર્વાદથી દિવસ રહેશે મંગલમય

આજના દિવસના ગ્રહો તમારા આર્થિક પક્ષને મજબૂત કરી રહ્યા છે. જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો રિયલ એસ્ટેટ અને પરંપરાગત પદ્ધતિઓ આજે શ્રેષ્ઠ વળતર આપી શકે છે. આધ્યાત્મિકતા અને પરિવારના આશીર્વાદ તમારી પ્રગતિમાં સહાયક બનશે.

| Updated on: Feb 20, 2026 | 6:01 AM
1 / 12
મેષ રાશિ: આજે તમારા દ્વારા બચત કરેલ ધનને રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકો છે. તમને કેટલીક શ્રેષ્ઠ તકો નવા લોકોના માધ્યમથી મળશે. આજે ખાલી સમયનો સાચો ઉપયોગ કરવા માટે તમે તમારા જૂના મિત્રોને મળવાનો પ્લાન બનાવી શકો છો. જીવનસાથી ને સમય આપો પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન કરો આ શ્રેષ્ઠ સમય છે.  (ઉપાય: ખીરનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.)

2 / 12
વૃષભ રાશિ: આજે કોઈ સાધુ સંતના આશીર્વાદથી દિવસ સારો પ્રસાર થશે અને મનને શાંતિ મળશે. કોઈ નજીકના સંબંધીની મદદથી આજે તમે તમારા વ્યવસાયમાં સારું પ્રદર્શન કરી શકશો, જેનાથી આર્થિક લાભ પણ થશે. મિત્રો અને પરિવારના સભ્યો સાથે સાંજ કોઈ કાર્યક્રમમાં ભાગ લો. આગામી કેટલાક દિવસોમાં ઘણી સારી તકો તમારા હાથમાં આવશે. તમારા જબરદસ્ત આત્મવિશ્વાસનો ફાયદો ઉઠાવો, બહાર નીકળો અને કેટલાક નવા સંપર્કો તથા મિત્રો બનાવો. જીવનસાથી સાથે સમય પ્રસાર કરો અને તેમને સમય આપો.  (ઉપાય: ગણેશજીના મંદિરમાં મગના લાડુનો ભોગ લગાવો અને બાળકોને વહેંચો, તેનાથી લવ લાઈફ સારી રહેશે.)

3 / 12
મિથુન રાશિ: આજે તમારા મિત્રો સાંજ માટે કોઈ સરસ યોજના બનાવીને તમારો દિવસ ખુશનુમા કરી દેશે. તમે કાર્યક્ષેત્રમાં વધુ સારું પ્રદર્શન કરવા માંગતા હોવ, તો તમારા કામમાં આધુનિકતા લાવવાનો પ્રયાસ કરો અને નવી ટેકનોલોજીથી અપડેટ રહો. જો તમે તમારી વસ્તુઓનું ધ્યાન નહીં રાખો, તો તે ખોવાઈ જવાની શક્યતા છે. જીવનસાથી સાથે આજની સાંજ ખરેખર કંઈક ખાસ રહેવાની છે. (ઉપાય: ગાય ને ઘાસ અથવા કુતરાઓ ને દૂધ રોટલી ખવડાવાથી નોકરી અને વ્યવસાય માટે શુભ રહેશે.)

4 / 12
કર્ક રાશિ: આજે શક્ય છે કે તમને ધન સંબંધિત કોઈ સમસ્યા થાય, પરંતુ તમારી સૂઝબૂઝથી તમે નુકસાનને પણ નફામાં બદલી શકો છો. સંબંધીઓ તરફથી સહયોગ મળશે અને માનસિક બોજમાંથી મુક્તિ મળશે. આજનો દિવસ શ્રેષ્ઠ પ્રદર્શન અને ખાસ કાર્યો માટે છે. સાંજે તમે તમારા જીવનસાથી સાથે ટુર પ્લાન કરી શકો છો અથવા વિદેશ ફરવા જઈ શકો છો. (ઉપાય: તાંબાનો સિક્કો અથવા ટુકડો ખિસ્સામાં રાખવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.)

5 / 12
સિંહ રાશિ: આજનો દિવસ સારો રહેશે, તમારા જીવનસાથી સાથેની બહેતર સમજણ જીવનમાં ખુશી, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓના સંપૂર્ણ સહયોગને કારણે ઓફિસમાં કામ ઝડપ પકડશે. આ રાશિના વિદ્યાર્થીઓ આજે પોતાના કિંમતી સમયનો દુરુપયોગ ન કરવો. તમે મોબાઈલ કે ટીવી પર જરૂરિયાત કરતા વધુ સમય વેડફી શકો છો. પરિવાર સાથે બહાર જમવા જઈ શકો છો. (ઉપાય: હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી સ્વાસ્થ્ય સારૂં રહેશે.)

6 / 12
કન્યા રાશિ: કેટલાક લોકો વિચારી શકે છે કે તમે કંઈક નવું શીખવા માટે ઘણી મોટી ઉંમરના થઈ ગયા છો- પરંતુ આ સત્યથી ઘણું દૂર છે- તમે તમારા તેજ અને સક્રિય મગજને કારણે કંઈપણ સરળતાથી શીખી શકો છો. સંબંધીઓ સાથે તમારા સંબંધોને ફરી તાજા કરવાનો દિવસ છે. કામકાજમાં થોડી મુશ્કેલી બાદ તમને દિવસમાં કંઈક સારું જોવા મળી શકે છે. નવરાશના સમયમાં આજે તમે તમારા મોબાઈલ પર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો. જીવનસાથી સાથે સમય પ્રસાર કરો. (ઉપાય: સારા સ્વાસ્થ્યનો આનંદ માણવા માટે તમારા ઘરનો મધ્ય ભાગ (બ્રહ્મ સ્થાન) સાફ રાખો.)

7 / 12
તુલા રાશિ: આજના દિવસે તમારો હસી-મજાકનો સ્વભાવ બીજા કોઈને પણ તમારા જેવી ક્ષમતા વિકસાવવા માટે પ્રેરિત કરી શકે છે. જો તમે મુસાફરી કરી રહ્યા હોવ તો તમારા કિંમતી સામાનનું વિશેષ ધ્યાન રાખો, નહીંતર સામાન ખોવાઈ શકે છે. કોઈપણ નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા માતા-પિતાની રાય પણ જાણી લો. તમારે માત્ર તમારી આંખ અને કાન ખુલ્લા રાખવાની જરૂર છે. કાર્ય સ્થળે જો તમારી અપેક્ષા મુજબ પરિણામ ન આવે, તો નિરાશ ન થશો. વસ્તુઓ અને લોકોને ઝડપથી પારખવાની ક્ષમતા તમને બીજાઓથી આગળ રાખશે. વિવાહિત લોકો ને એક બીજા ની વાત સાંભળી જોઈએ. (ઉપાય: આર્થિક લાભ માટે જરૂરિયાત મંદની સેવા કરો)

8 / 12
વૃશ્ચિક  રાશિ: આર્થિક પક્ષ મજબૂત થવાની પૂરેપૂરી સંભાવના છે. જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા, તો આજે તે પૈસા પાછા મળવાની અપેક્ષા છે. જે લોકો વિદેશ વ્યાપાર સાથે જોડાયેલા છે તેમને આજે મનવાંછિત ફળ મળવાની પૂરી આશા છે. આ સાથે જ નોકરીયાત વર્ગના જાતકો આજે કાર્યક્ષેત્રમાં પોતાની પ્રતિભાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકશે. જો તમે મુસાફરી કરી રહ્યા હોવ તો તમામ જરૂરી દસ્તાવેજો સાથે રાખવાનું ભૂલશો નહીં. જીવનસાથી ને સમય આપો. (ઉપાય: ગાયને રોટલી ખવડાવવાથી સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.)

9 / 12
ધન રાશિ: આઉટડોર રમતો તમને આકર્ષિત કરશે- ધ્યાન અને યોગ તમને ફાયદો પહોંચાડશે. તમે પૈસા કમાઈ શકો છો, શરત એટલી જ કે તમે તમારી જમા મૂડી પરંપરાગત રીતે રોકાણ કરો. પરિવારના સભ્યોની સારી સલાહ તમારા માનસિક તણાવને ઘટાડવામાં દવાની જેમ અસરકારક સાબિત થશે. નોકરીયાત વર્ગના લોકોને આજે ઓફિસમાં કામમાં ધ્યાન રાખવું. વેપારીઓ માટે દિવસ સામાન્ય રહેવાની અપેક્ષા છે. તમારું વ્યક્તિત્વ બીજા કરતા થોડું અલગ છે અને તમે એકલા સમય વિતાવવો પસંદ કરો છો. આજે તમને તમારા માટે સમય તો મળશે પરંતુ ઓફિસના કામના લિધે સમય નહીં મળે. મૂડ સારો કરવા માટે બહાર ફરવા જવું. (ઉપાય: કાળા કાપડ દાન કરવાથી નોકરી અને વ્યવસાયમાં સફળતા મળશે.)

10 / 12
મકર રાશિ: કોઈ અણધાર્યા મહેમાન આજે તમારા ઘરે આવી શકે છે, પરિવારના સભ્યો સાથે શાંત અને આરામદાયક દિવસનો આનંદ માણો. કાર્યક્ષેત્રમાં આજનો દિવસ શાનદાર રહેશે, તમારા સહકર્મીઓ તમારા કામના વખાણ કરશે અને બોસ પણ તમારાથી ખુશ રહેશે. વેપારીઓ પણ આજે વ્યવસાયમાં સારો નફો કમાઈ શકે છે. આજે ઘરમાં કોઈ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય વેડફાઈ શકે છે. (ઉપાય: સુગંધિત વસ્તુઓનો (અત્તર અથવા ધૂપ) ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યમાં લાભ થશે.)

11 / 12
કુંભ રાશિ: જો તમારી યોજના બહાર હરવા-ફરવાની હોય, તો તમારો સમય હસી-ખુશી અને શાંતિભર્યો રહેશે. આજે તમારું ધન ઘણી વસ્તુઓ પર ખર્ચ થઈ શકે છે, તેથી તમારે આજે એક સારું બજેટ પ્લાન કરવાની જરૂર છે; આનાથી તમારી ઘણી પરેશાનીઓ દૂર થઈ શકે છે. નવા પ્રોજેક્ટ્સ અને કાર્યોને અમલમાં મૂકવા માટે આ એક શ્રેષ્ઠ દિવસ છે. સમયસર દરેક કામ પૂરું કરવું સારું રહે છે; જો તમે આવું કરો છો, તો તમે તમારા પોતાના માટે પણ સમય કાઢી શકશો. જીવનસાથીને યોગ્ય સમય આપો.  (ઉપાય: મહાદેવજીની પૂજા કરવા થી પારિવારિક જીવનમાં સુધાર આવશે)

12 / 12
મીન રાશિ: આજના દિવસે ભાગીદારીવાળા વ્યવસાયોમાં સાવધાની થી રોકાણ કરો. આજે તમારી સખત મહેનત કાર્યક્ષેત્રમાં ચોક્કસ રંગ લાવશે. મોજ-મસ્તી માટે કરવામાં આવેલી મુસાફરી સંતોષકારક રહેશે. પરિવાર સાથે સમય વિતાવો અને કોઈ પણ ફાલતુની ચર્ચા નહિ કરવી જેના થી બધુ તમારા પક્ષમાં રહેશે.  (ઉપાય: ભૈરવ દાદાને પ્રસાદ ચઢાવવાથી પ્રેમ સંબંધો વધુ સારી રહેશે.)