
મેષ રાશિ: આજે કોઈ પાર્ટીમાં તમારી મુલાકાત એવી વ્યક્તિ સાથે થઈ શકે છે જે આર્થિક પક્ષને મજબૂત કરવા માટે તમને મહત્વની સલાહ આપી શકે છે. ઘરનું કેટલાંક સમયથી અટકેલું કામકાજ તમારો થોડો સમય લઈ શકે છે. કામકાજમાં આવી રહેલા ફેરફારોને કારણે તમને લાભ થશે. આજે રાત્રે જીવનસાથી સાથે ખાલી સમય વિતાવતી વખતે તમને લાગશે કે તમારે તેમને હજુ વધુ સમય આપવો જોઈએ. (ઉપાય: દાંપત્ય સુખની પ્રાપ્તિ માટે ખોરાકમાં કેસરનો ઉપયોગ કરો.)

વૃષભ રાશિ: આજે તમને તમારા ઘર સાથે જોડાયેલું રોકાણ ફાયદાકારક રહેશે. બાળકો સાથે સમય વિતાવવો ખાસ રહેશે. પ્રેમીઓ એકબીજાની પારિવારિક લાગણીઓને સમજશે. આજે તમે નવા પ્રોજેક્ટની શરૂઆત કરશો જે સમગ્ર પરિવાર માટે સમૃદ્ધિ લાવશે. જો તમે આજે ખરેખર ફાયદો ઈચ્છતા હોવ તો બીજાના અભિપ્રાયને ધ્યાનથી સાંભળો. આ સમય તમને જીવનમાં વૈવાહિક જીવનનો ભરપૂર આનંદ આપશે. (ઉપાય: ગાયને ઘાસ નાખવા થી પારિવારિક સુખમાં વધારો થશે.)

મિથુન રાશિ: બીજા સાથે ખુશીઓ વહેંચવાથી તમારું સ્વાસ્થ્ય વધુ ખીલશે. ઉતાવળમાં રોકાણ ન કરો- જો તમે તમામ સંભવિત પાસાઓથી તપાસ નહીં કરો તો નુકસાન થઈ શકે છે. ઘરમાં અને આસપાસના નાના-મોટા ફેરફારો ઘરની સજાવટમાં ચાર ચાંદ લગાવી દેશે. ઓફિસમાં શાંત અને સંતોષી વિચાર તમારા મનને ઉત્સાહિત રાખશે. ભવિષ્યની યોજનાઓ માટે તમારે નવા સંપર્કો બનાવવાની જરૂર છે, જે કરિયરની પ્રગતિમાં ખૂબ મદદરૂપ સાબિત થશે. ભરપૂર સર્જનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક ફાયદાકારક દિવસ તરફ લઈ જશે.જીવનસાથી સાથે સારો સમય પ્રસાર કરો. (ઉપાય: હનુમાનજી અથવા મહાદેવજીની પૂજા કરવાથી આર્થિક સ્થિતિ સારી રહેશે)

કર્ક રાશિ: આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, રિયલ એસ્ટેટ સંબંધિત રોકાણ તમને સારો એવો નફો આપશે. જો તમે પાર્ટી કરવાનું વિચારી રહ્યા હોવ, તો તમારા સારા મિત્રોને બોલા, એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. વેપારીઓ માટે સારો દિવસ છે, કારણ કે તેમને અચાનક મોટો ફાયદો થઈ શકે છે. પતિ-પત્ની એક બીજા ની વાત શાંતિ થી સાંભળવી. (ઉપાય: ગણેશજીના મંદિરમાં કાળી-સફેદ ધજા દાનમાં આપવાથી પ્રેમ સંબંધો સારા રહેશે.)

સિંહ રાશિ: સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારો દિવસ છે. તમારી ખુશમિજાજી જ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. કોઈ દૂરના સંબંધી તરફથી મળેલા અચાનક સારા સમાચાર તમારા પૂરા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે. સખત મહેનત અને પૂરતા પ્રયત્નો સારું ફળ આપશે. જીવનસાથી સાથે એક આરામદાયક દિવસ પસાર થશે. (ઉપાય: સારી આર્થિક સ્થિતિ માટે દહીં અથવા મધનો ઉપયોગ અને દાન કરો)

કન્યા રાશિ: બહારની પ્રવૃત્તિઓ તમારા માટે ફાયદાકારક રહેશે. સંબંધીઓના ઘરે નાની યાત્રા તમારા દોડધામભર્યા દિવસમાં આરામ અને શાંતિ આપનારી સાબિત થશે. આજે તમે પરિવારમાં તમારો દૃષ્ટિકોણ સમજાવવામાં અને તેમની મદદ મેળવવામાં અસરકારક રહેશે. ઘરનો કોઈ સભ્ય આજે તમારી સાથે સમય વિતાવવાની જીદ કરી શકે છે, જેના કારણે તમારો થોડો સમય વેડફાઈ જશે. (ઉપાય: આર્થિક સ્થિતિ સુધારવા માટે "ॐ नीलवर्णाय विदमहे सैंहिकेयाय धीमहि तन्नों राहुः प्रचોદયાત્" મંત્રનો 11 વાર ઉચ્ચાર કરો.)

તુલા રાશિ: તમારા ખાન-પાનનું વિશેષ ધ્યાન રાખો. આજે તમે સરળતાથી પૈસા એકઠા કરી શકશો - લોકોને આપેલી જૂની ઉધારી પાછી મળી શકે છે - અથવા કોઈ નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે ધન મેળવી શકો છો. તમારી ભરપૂર ઉર્જા અને જબરદસ્ત ઉત્સાહ સકારાત્મક પરિણામો લાવશે તેમજ ઘરનો તણાવ દૂર કરવામાં મદદરૂપ થશે. તમારી નિપુણતાનો ઉપયોગ વ્યાવસાયિક બાબતોને સરળતાથી ઉકેલવા માટે કરો. ઘરની બહાર નીકળીને આજે તમે ખુલ્લી હવામાં ટહેલવાનું પસંદ કરશો. આજે તમારું મન શાંત રહેશે જેનો ફાયદો તમને આખો દિવસ મળશે. (ઉપાય: ગણેશજીના મંદિરમાં કાળી-સફેદ ધજા (પતાકા) દાનમાં આપવાથી પ્રેમ સંબંધો સુધરશે.)

વૃશ્ચિક રાશિ: આજે તમારે ધન સાથે જોડાયેલો કોઈ મુદ્દો ઉકેલાઈ શકે છે અને તમને આર્થિક લાભ થઈ શકે છે. કોઈપણ નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તેમનો અભિપ્રાય પણ જાણી લો. વેપારીઓએ પોતાના વ્યવસાય સાથે જોડાયેલી વાતો બને ત્યાં સુધી કોઈની સાથે શેર ન કરવી જોઈએ. આજે તમે ઓફિસથી ઘરે પાછા આવીને તમારું મનપસંદ કામ કરી શકો છો, જેનાથી તમારા મનને શાંતિ મળશે. સાંજે જીવનસાથી સાથે ફરવા જો અને એક બીજા ને સમય આપો. (ઉપાય: ગરીબ વ્યક્તિને કાળા વસ્ત્રનું દાન કરવાથી પ્રેમ સંબંધો મધુર રહેશે.)

ધન રાશિ: તમારું સૌથી મોટું સ્વપ્ન હકીકતમાં બદલાઈ શકે છે. પરંતુ તમારા ઉત્સાહ પર કાબૂ રાખો, જીવનના ખરાબ સમયમાં પૈસા તમારા કામ આવશે, તેથી આજથી જ તમારા પૈસાની બચત કરવા વિશે વિચાર કરો, મહત્વના લોકો સાથે વાતચીત કરતી વખતે તમારા આંખ અને કાન ખુલ્લા રાખો, બની શકે કે તમારા હાથમાં કોઈ કિંમતી વાત કે વિચાર આવી જાય. ટીવી અને મોબાઈલનો ઉપયોગ ખોટો નથી, પરંતુ જરૂરિયાત કરતા વધુ ઉપયોગ તમારો કિંમતી સમય બગાડી શકે છે. જીવનસાથી ની વાત ને મહત્વ આપો. (ઉપાય: મહાદેવજીની પૂજા કરવાથી આર્થિક સ્થિતિ માટે શુભ રહેશે.)

મકર રાશિ: તમારી ઈચ્છાશક્તિને પ્રોત્સાહન મળશે, કારણ કે તમે ખૂબ જ જટિલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં સફળ રહેશો. ભાવનાત્મક નિર્ણયો લેતી વખતે તમારી તર્કશક્તિ (Logic) ને છોડશો નહીં. આ રાશિના વિવાહિત જાતકોને આજે સાસરી પક્ષ તરફથી ધનલાભ થવાની સંભાવના છે. જો તમે તમારી ઘરેલું જવાબદારીઓની અવગણના કરશો, ઓફિસમાં તમારા વખાણ થશે. આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે. વૈવાહિક જીવનમાં એક બીજા ને મહત્વ આપો અને એક બીજા ને સમજવાનું પ્રયત્ન કરો. (ઉપાય: ભૈરવ મંદિરમાં દૂધ ચઢાવવાથી પારિવારિક જીવન (Family Life) સારું રહેશે.)

કુંભ રાશિ: આજે દિવસ વધવાની સાથે આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારી રસપ્રદ સર્જનાત્મકતા આજે ઘરના વાતાવરણને સુખદ બનાવશે. તમારું મન કામકાજની ગૂંચવણોમાં ફસાયેલું રહેશે, જેના કારણે તમે પરિવાર અને મિત્રો માટે સમય નહીં કાઢી શકો. રાત્રિના સમયે આજે તમે ઘરના લોકોથી દૂર રહીને પોતાના ઘરની છત પર અથવા કોઈ બગીચામાં ટહેલવાનું પસંદ કરશો. જીવનસાથી સાથે બહાર ફરવા જઈ શકો છો, (ઉપાય: માતાને સન્માન આપવા અને તેમની સેવા કરવાથી નોકરી/વ્યવસાયમાં લાભ થશે.)

મીન રાશિ: આજે તમે એવી પ્રવૃત્તિઓમાં સામેલ થાઓ જે રોમાંચક હોય અને તમને શાંતિ આપે. આજે રોકાણની જે નવી તકો તમારી સામે આવે તેના પર વિચાર કરો, પરંતુ નાણાં ત્યારે જ લગાવો જ્યારે તમે તે યોજનાઓનો સારી રીતે અભ્યાસ કરી લો. પારિવારિક સમસ્યાઓને ઉકેલવામાં તમારું બાળકો જેવું માસૂમ વર્તન મહત્વની ભૂમિકા ભજવશે. આજે તમે લોકોના ધ્યાનનું કેન્દ્ર બનશો, જ્યારે તમારા સહયોગને કારણે કોઈ વ્યક્તિ પુરસ્કૃત થશે અથવા તેના વખાણ કરવામાં આવશે. સાંજે પરિવાર માટે સમય કાઢો અથવા સાથે ફરવા જાઓ. (ઉપાય: વાંદરાઓને ગોળ-ચણા ખવડાવવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.)
Published On - 6:01 am, Thu, 19 February 26