
ગુજરાતના વિકાસ કાર્યોને એક મોડેલ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે. જે મોડેલ અનેક રાજ્યો અપનાવી રહ્યા છે.

પરંતુ તમે હજુ પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગરીબી જોશો. જેનો નિકાલ આજ દિન સુધી આવી શક્યો નથી.

નીતિ આયોગના અહેવાલ મુજબ, ગુજરાતમાં લગભગ 38.09 ટકા લોકોને આરોગ્યપ્રદ ખોરાક મળતો નથી.

અહીં ગામડાઓમાં 44.45 ટકા લોકોને પોષણયુક્ત ખોરાક મળતો નથી. જ્યારે શહેરોમાં આ આંકડો 28.97 ટકાની આસપાસ છે.

જો આપણે વાત કરીએ કે ગુજરાતનું કયું શહેર સૌથી ગરીબ છે? તો તમે આ નામ જાણી ચોંકી જશો.

અહેવાલ અનુસાર દાહોદ એ ગુજરાતનું સૌથી ગરીબ શહેર ગણાય છે. આ એક આદિવાસી પ્રભુત્વ ધરાવતું શહેર છે, જ્યાં ઘણી ગરીબી છે.
Published On - 4:56 pm, Fri, 27 December 24