Indian Mysterious Temples : ગુજરાત સહિત ભારતના 7 રહસ્યમય મંદિરો, જેના રહસ્યો આજે પણ ઉકેલાયા નથી !

ભારતમાં ઘણા પ્રાચીન અને રહસ્યમય મંદિરો છે. જેની વાર્તાઓ ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે. ઘણા મંદિરોના રહસ્યોની ચર્ચા સોશિયલ મીડિયા પર વારંવાર થાય છે. આજે અમે તમને ભારતના એવા મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છે જેના રહસ્યો આજે પણ ઉકેલાયા નથી.

| Updated on: Jun 14, 2026 | 9:27 AM
1 / 8
પદ્મનાભસ્વામી મંદિર (કેરળ) : દેશના વિવિધ રાજ્યોમાંથી ઘણા ભક્તો કેરળના તિરુવનંતપુરમમાં પદ્મનાભસ્વામી મંદિરમાં દર્શન કરવા માટે આવે છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર આ મંદિરના તિજોરીઓની તપાસ કરવામાં આવી હતી. તે દરમિયાન અબજો ડોલરનો ખજાનો બહાર આવ્યો હતો. ત્યારે પદ્મનાભસ્વામી મંદિરનો ભોંયરો વિશ્વભરમાં જાણીતો બન્યો. મંદિરના ઘણા ભોંયરાં ખોલવામાં આવ્યા હતા. પરંતુ 'વોલ્ટ B' નામનો એક ખાસ કક્ષ મંદિરની પરંપરાઓ અને કાનૂની સંવેદનશીલતાઓને કારણે હજુ સુધી ખોલવામાં આવ્યો નથી. તેની અંદર શું છે તે આજે પણ રહસ્ય જ છે.

2 / 8
વીરભદ્ર મંદિર (આંધ્રપ્રદેશ) : વીરભદ્ર મંદિરની સૌથી પ્રખ્યાત વિશેષતા "ઝુલતો સ્તંભ" છે. આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના લેપાક્ષી ગામમાં આવેલું વીરભદ્ર મંદિર એ 16મી સદીનું અદભુત ઐતિહાસિક મંદિર છે. આ મંદિર ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપ વીરભદ્રને સમર્પિત છે.

3 / 8
કૈલાશ મંદિર (મહારાષ્ટ્ર) : આ વિશ્વના સૌથી મોટા મોનોલિથિક (એક જ સળંગ ટુકડામાંથી બનેલું) મંદિરોમાંનું એક છે. મંદિર ઉપરથી નીચે સુધી બનાવવામાં આવ્યું હતું. એટલે કે ઉપરથી ખોદકામ કરીને આ મંદિર બનાવામાં આવેલું છે. રાષ્ટ્રકૂટ વંશના રાજાઓ દ્વારા 8મી સદીમાં નિર્મિત આ અદ્ભુત શિવ મંદિર આખો એક જ વિશાળ પહાડ ઉપરથી નીચેની તરફ કોતરીને બનાવવામાં આવ્યું છે.

4 / 8
કોણાર્ક સૂર્ય મંદિર (ઓડિશા) : કોણાર્ક સાથે સંકળાયેલી એક જૂની દંતકથા એ છે કે મંદિરની છત પર એક મોટો ચુંબકીય પથ્થર (લોડેસ્ટોન) મૂકવામાં આવ્યો હતો. ASI અને ઇતિહાસકારોને આના માટે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. છતાં આ વાર્તા લોકોમાં લોકપ્રિય છે.  આ મંદિર સૂર્ય દેવના રથના રૂપમાં નિર્મિત છે. પત્થર પર ઉત્કૃષ્ટ નક્શી કરવામાં આવી છે. કોણાર્ક સૂર્ય મંદિર સાત ઘોડાથી ખેંચાતા સૂર્ય દેવના રથના રૂપમાં બનાવામાં યાવ્યું છે.

5 / 8
જ્વાલાજી મંદિર (હિમાચલ પ્રદેશ) : જ્વાલાજી મંદિર પોતાની સ્વયં પ્રજ્વલિત જ્વાળાઓ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ મંદિરમાં સતત જ્વાળાઓ નીકળતી રહે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ તેને કુદરતી ગેસના સ્રાવ સાથે જોડે છે. પરંતુ જ્વાળાના ચોક્કસ સ્ત્રોત અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી મળી નથી. ભક્તો માટે આ જ્વાળાઓ દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ માતાજીનું એક એવું અદ્ભુત મંદિર છે જ્યાં કોઈ મૂર્તિ મુકવામાં આવી નથી. પરંતુ વર્ષોથી કુદરતી રીતે નીકળતી 9 અલગ-અલગ અખંડ જ્યોત પ્રજ્વલિત રહે છે.

6 / 8
બૃહદિશ્વર મંદિર (તમિલનાડુ) : 11મી સદીમાં રાજરાજા ચોલા દ્વારા નિર્મિત આ ભવ્ય મંદિર તેના ઊંચા શિખર અને તેના ઉપર સ્થિત આશરે 80 ટન વજનના ગ્રેનાઇટ પથ્થર માટે જાણીતું છે. ઇતિહાસકારો માને છે કે વિશાળ માટીના ઢોળાવનો ઉપયોગ કરીને આ પથ્થર ઉપર પહોંચાડવામાં આવ્યો હશે. પરંતુ તેની ચોક્કસ પદ્ધતિ આજે પણ ચર્ચાનો વિષય છે. મંદિરની દિવાલો પર અસંખ્ય શિલાલેખો છે.

7 / 8
સ્તંભેશ્વર મહાદેવ મંદિર (ગુજરાત) : ગુજરાતનું સ્તંભેશ્વર મહાદેવ મંદિર તેના અનોખા ચમત્કાર માટે જાણીતું છે. અરબી સમુદ્રના કિનારે આ મંદિર આવેલું છે. ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંબોઇ ગામ પાસે દરિયાકિનારે સ્થિત સ્તંભેશ્વર મહાદેવ ધામને અતિ પ્રાચીન અને પવિત્ર તીર્થસ્થાન તરીકે માનવામાં આવે છે. આ તીર્થને ગુપ્ત તીર્થ તથા સંગમ તીર્થ નામોથી પણ ઓળખવામાં આવે છે. અનોખી વાત એ છે કે દરરોજ બે વખત ભરતીના કારણે આ મંદિર સમુદ્રના પાણીમાં ડૂબી જાય છે અને પછી ઓટ આવતાં ફરી દેખાય છે.

8 / 8
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Follow Us