મળતી માહિતી મુજબ રૂ. 1,500 સુધીની કિંમતના તૈયાર વસ્ત્રો પર 5 ટકા GSTની ભલામણ કરી છે, જ્યારે રૂ. 1,500 થી રૂ. 10,000 સુધીની કિંમતના વસ્ત્રો પર 18 ટકા GST અને તેનાથી વધુ કિંમતના વસ્ત્રો પર 28 ટકા GSTની ભલામણ કરવામાં આવી છે. એટલે કે જો તમે 10,000થી મોંઘા કપડા ખરીદી રહ્યા છો તો તમારે 28 % ટકા GST આપવો પડશે.