અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા રામજી મંદિરમાં બે દિવસ ભવ્ય કાર્યક્રમોનું આયોજન, 1 લાખથી વધુ લોકો માટે કરાયુ જમણવારનું આયોજન- જુઓ તસ્વીરો

|

Jan 21, 2024 | 9:42 PM

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા રામજી મંદિરમાં બે દિવસ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા બે દિવસ સુધી લોકો માટે જમણવારનું આયોજન કરવામાં આવ્યુ છે. આજે 45000 લોકો અને કાલે 1 લાખથી વધુ લોકો ભોજન લેવાના છે.

1 / 6
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા રામ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમા હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

2 / 6
શોભાયાત્રા દરમિયાન સમગ્ર વસ્ત્રાલ જય શ્રી રામના નારા સાથે ગૂંજી ઉઠ્યુ હતુ. 22 જાન્યુઆરીએ થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

3 / 6
રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વસ્ત્રાલમાં આવેલા અયોધ્યા ધામ રામજી મંદિરમાં બે દિવસ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. અહીં આજે અને આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે જાયન્ટ રસોડુ ધમધમશે. જેમા આજે 45000 લોકો અને કાલે 1 લાખથી વધુ લોકો ભોજન લેશે.

4 / 6
અંદાજે 6 ટન શાકભાજી, બટાકા પાંચ ટન, કરિયાણુ 10 ટન, 250 જેટલા તેલના ડબ્બા, 1500 કિલો ઘીનો વપરાશ થશે.

5 / 6
વસ્ત્રાલવાસીઓ હાલ રામભક્તિમાં રંગાયા છે અને રામજી મંદિર ખાતે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે

6 / 6
પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વસ્ત્રાલના અયોધ્યા મંદિર ખાતે 1 લાખ જેટલા લોકો માટે જમણવારનું આયોજન કરાયુ છે તેમજ સુંદરકાંડ તેમજ ભજન કિર્તનનું આયોજન કરવામાં આવ્યુ છે.

Next Photo Gallery